Connect Gujarat
દેશ

"દિલ્હી મેં શોર નહી..." : વાહનમાં પ્રેશર હોર્ન વગાડવા પર રૂ. 10 હજારનો દંડ, ડ્રાઈવરો માટે જરૂરી નિયમો ઘડાયા...

દિલ્હી ટ્રાફિક પોલીસે લોકોને પાઠ ભણાવવા અને ધ્વનિ પ્રદૂષણની સમસ્યાને કાબૂમાં લેવા માટે દંડ વસૂલવાની તૈયારી શરૂ કરી દીધી છે.

દિલ્હી મેં શોર નહી... : વાહનમાં પ્રેશર હોર્ન વગાડવા પર રૂ. 10 હજારનો દંડ, ડ્રાઈવરો માટે જરૂરી નિયમો ઘડાયા...
X

દિલ્હી ટ્રાફિક પોલીસે પ્રેશર હોર્ન વગાડનારા ડ્રાઇવરો સામે કાર્યવાહી શરૂ કરી છે. ધ્વનિ પ્રદુષણ જેવી સમસ્યાને ડામવા માટે દંડ વસૂલવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. દિલ્હી ટ્રાફિક પોલીસ હવે અવાજના પ્રદૂષણને રોકવા માટે ખૂબ જ કડક બની ગઈ છે. જો તમે દિલ્હીમાં ડ્રાઇવિંગ કરતી વખતે પ્રેશર હોર્ન વગાડો છો, તો તેના માટે ભારે દંડ ભરવા માટે તૈયાર રહો. દંડ લાદવાની જાહેરાત સાથે, દિલ્હી પોલીસે એક સ્લોગન પણ આપ્યું છે "દિલ્હી મેં શોર નહી...".

દિલ્હી ટ્રાફિક પોલીસે લોકોને પાઠ ભણાવવા અને ધ્વનિ પ્રદૂષણની સમસ્યાને કાબૂમાં લેવા માટે દંડ વસૂલવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ અંગે લોકોને ચેતવણી પણ આપવામાં આવી છે. શનિવારથી જ પ્રેશર હોર્નને લઈને કડકાઈ શરૂ થઈ ગઈ છે. પ્રેશર હોર્ન વગાડવા બદલ વાહન ચાલકોએ 10 હજાર ચલણ ભરવું પડશે અને "નો હોર્ન" ઝોનમાં આવી ભૂલ થાય તો 2 હજાર રૂપિયાનો વધારાનો દંડ ભરવો પડશે.

અત્રે જણાવી દઈએ કે, વાહનોમાં લગાવેલા પ્રેશર હોર્નના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સાથે ટુ-વ્હીલરમાં પ્રેશર હોર્ન અને ઓટો ચાલક લાઉડ સ્પીકર લગાવીને અન્ય વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરાવી રહ્યા છે. જેના કારણે માર્ગ અકસ્માતો પણ વધી રહ્યા છે.

Next Story