Connect Gujarat
દેશ

કેન્દ્ર સરકારના કર્મચારીઓની દિવાળી, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો

દિવાળીની ભેટ સ્વરૂપે મોંઘવારી ભથ્થુ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટ બેઠકમાં આજે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શન મેળવતા લોકોનું મોંઘવારી ભથ્થુમાં 3 ટકાનો વધારો કરવાની મંજૂરી

કેન્દ્ર સરકારના કર્મચારીઓની દિવાળી, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો
X

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો માટે સરકારે આજે ખુશીના સમાચાર આપ્યા છે. તેમને દિવાળીની ભેટ સ્વરૂપે મોંઘવારી ભથ્થુ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટ બેઠકમાં આજે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શન મેળવતા લોકોનું મોંઘવારી ભથ્થુમાં 3 ટકાનો વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે.DAમાં 3 ટકાનો વધારો થવાનો અર્થ છે કે હવે મોંઘવારી ભથ્થુ (DA) 31% થશે. સરકારના આ નિર્ણયથી 1 કરોડથી વધારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને ફાયદો મળશે.નોંધનીય છે કે આ વર્ષે જુલાઈમાં જ સરકારે મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કરીને તેને 28 ટકા કર્યું હતું. આ પહેલાં મોંઘવારી ભથ્થાની ચૂકવણી 17 ટકાના દરથી કરવામાં આવતી હતી. હકીકતમાં લેબર મિનિસ્ટ્રીએ AICPI (All India Consumer Price Index)એ છેલ્લાં 3 મહિનાના આંકડા જાહેર કર્યા હતા. તેમાં જૂન, જુલાઈ અને ઓગસ્ટના આંકડા સામેલ હતા.AICPI ઈનેડેક્સ ઓગસ્ટમાં 123 અંક પર પહોંચી ગયો છે. તેનાથી જ સંકેત મળ્યો છે કે મોંઘવારી ભથ્થામાં સરકાર આગામી સમયમાં વધારો કરી શકે છે. તેના આધારે જ કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું નક્કી કરવામાં આવે છે.

Next Story