Connect Gujarat
દેશ

સરકારી કર્મચારીઓની દિવાળી સુધરશે, મળશે 30 દિવસનું બોનસ

સરકારી કર્મચારીઓની દિવાળી સુધરશે, મળશે 30 દિવસનું બોનસ
X

કેન્દ્ર સરકારે નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસની ગ્રાન્ટ મંજૂર કરી છે જે કેન્દ્ર સરકારના કર્મચારીઓને 2020-21 માટે 30 દિવસની ઇમ્યુલમેન્ટ ની સમકક્ષ છે. આ ફાયદો ગ્રુપ 'સી' અને ગ્રુપ 'બી'ના દરેક નોન ગેજેટિડ કર્મચારીઓ, જે કોઈ પ્રોડેક્ટિવિટી લિંક્ડ બોનસ યોજના હેઠળ નથી આવતા તેમને આપવામાં આવશે.નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર, એડહોક બોનસ ચુકવણીની મર્યાદા 01-04-2014ના સંશોધિત રૂપમાં 7000 રૂપિયા મહિનાની હશે.નાણામંત્રાલય ખર્ચ વિભાગ ઓફીસ મેમોરેન્ડમ અનુસાર આ આદેશ હેઠળ એડ-હોક બોનસ ચુકવણી કેન્દ્રીય અર્ધસૈનિક દળ અને સશસ્ત્ર બળના પાત્ર કર્મચારીઓને પણ આપવામાં આવશે. આ બોનસનો લાભ કેન્દ્ર શાસિત પ્રદેશો અને તેમના કર્મચારીઓને પણ આપવામાં આવશે.

જે કેન્દ્ર સરકાર નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસના પેટર્નનું પાલન કરે છે અને કોઈ અન્ય બોનસ અથવા અનુગ્રહ યોજના હેઠળ નથી આવતા ફક્ત એ કર્મચારીઓ જે 31-3-2021 એ સેવામાં હતા અને વર્ષ 2020-21 વખતે ઓછામાં ઓછા 6 મહિનાની નિરંતર સેવા આપે છે. તે એડ-હોક બોનસના હકદાર રહેશે.કર્મચારી વર્ષમાં છ મહિનાથી એક વર્ષ સુધી નિરંતર સેવાના સમયગાળા માટે પ્રમાણસર ચુકવણી સ્વીકાર્ય રહેશે. પાત્રતા સમયગાળા સેવાને મહિનાની સંખ્યાના સંદર્ભમાં લેવામાં આવી રહી છે

Next Story