Connect Gujarat
દેશ

દિલ્હીમાં પહેલીવાર ગરમીનો પારો 49 ડિગ્રીને પાર, આજે આંધી અને વરસાદની આગાહી

પંજાબ અને હરિયાણા પર ચક્રવાતી પરિભ્રમણ પ્રી-મોન્સૂન પ્રવૃત્તિને પ્રેરિત કરશે, જે સોમવાર અને મંગળવારે સળગતી ગરમીમાંથી થોડી રાહત લાવશે.

દિલ્હીમાં પહેલીવાર ગરમીનો પારો 49 ડિગ્રીને પાર, આજે આંધી અને વરસાદની આગાહી
X

પંજાબ અને હરિયાણા પર ચક્રવાતી પરિભ્રમણ પ્રી-મોન્સૂન પ્રવૃત્તિને પ્રેરિત કરશે, જે સોમવાર અને મંગળવારે સળગતી ગરમીમાંથી થોડી રાહત લાવશે. રાષ્ટ્રીય રાજધાની આંશિક વાદળછાયું રહેશે, મજબૂત ધૂળના તોફાનોની પણ સંભાવના છે. રાજધાનીમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 41 અને 28 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી કરવામાં આવી છે. આ પછી બુધવાર અને ગુરુના દિવસે આકાશ સ્વચ્છ રહેશે, પરંતુ રાજધાનીના લોકોને આકરા સૂર્યપ્રકાશ અને ગરમીનો સામનો કરવો પડશે.

હવામાન વિભાગે શુક્રવાર માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. રવિવાર દિલ્હી માટે આ સિઝનનો સૌથી ગરમ દિવસ હતો. મંગેશપુર અને નજફગઢમાં તાપમાનનો પારો 49 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો હતો. દિલ્હીમાં આજ સુધી આટલું તાપમાન ક્યારેય નોંધાયું નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવાર અને મંગળવારે ગરમીમાંથી રાહત મળી શકે છે. આજે દિલ્હી NCRમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ધૂળની ડમરીઓ આવી શકે છે. જેના કારણે તાપમાન ઘટીને 41 ડિગ્રી થવાની આશંકા છે. પરંતુ 18 મે બાદ ફરી એકવાર ગરમીની અસર વધશે. પંજાબ, હરિયાણા અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

મોટાભાગના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતા છે. રાજધાની દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ધૂળની ડમરીઓ ચાલશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, દક્ષિણ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હીમાં ગરમી ચાલુ રહેશે. વિદર્ભ, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ હીટ વેવની સ્થિતિ ચાલુ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજધાનીમાં વાદળો જોવા મળશે. જેના કારણે ધૂળવાળા પવનો પણ ફૂંકાઈ શકે છે. તાપમાન 41 ડિગ્રી સુધી નીચે આવી શકે છે, પરંતુ લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સુધી વધી શકે છે. પરંતુ આ રાહત લાંબો સમય નહીં ચાલે. 18 મેથી ફરી એકવાર તાપમાન વધવા લાગશે અને 19 અને 20 મેની આસપાસ તે 44 થી 45 ડિગ્રી સુધી પહોંચી જશે. આ પછી 21 મેથી ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે અને તાપમાન ઘટીને 41 ડિગ્રી થઈ શકે છે.

Next Story