Connect Gujarat
દેશ

મહારાષ્ટ્રના પૂર્વ ધારાસભ્ય વિનાયક મેટેનું મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર માર્ગ અકસ્માતમાં થયું નિધન

મહારાષ્ટ્રના પૂર્વ ધારાસભ્ય વિનાયક મેટેનું મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર માર્ગ અકસ્માતમાં થયું નિધન
X

મહારાષ્ટ્રમાં એક માર્ગ અકસ્માતમાં પૂર્વ ધારાસભ્યનું નિધન થયું છે. વિગતો મુજબ પૂર્વ ધારાસભ્ય વિનાયક મેટેનું મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. આ દુર્ઘટના પનવેલ નજીક માડપ ટનલમાં થઈ હતી. પૂર્વ ધારાસભ્ય પોતાની SUV કારમાં જઈ રહ્યા હતા. આ દરમ્યાન અકસ્માત થયો હતો. જે બાદમાં તેમણે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

પનવેલ નજીક માડપ ટનલમાં સર્જાયેલા અકસ્માતમાં પૂર્વ ધારાસભ્ય વિનાયક મેટેને ગંભીર ઈજાઓ થઈ હતી. દુર્ઘટનાની માહિતી મળતા જ તેમને તાત્કાલિક નવી મુંબઈના કામોથે વિસ્તારમાં આવેલી MGM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે હજી સુધી હાલ અકસ્માતનું કારણ જાણી શકાયું નથી. કારની હાલત જોઈને અકસ્માતનો અંદાજ લગાવી શકાય છે કે કેટલો ભયંકર અકસ્માત હશે. વિનાયક મેટેની એસયુવી કાર અકસ્માતમાં ઉડી ગઈ હતી. તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા પરંતુ તેમને બચાવી શકયા નહીં.

અકસ્માતમાં મૃત્યુ પામનાર વિનાયકરાવ મેટે શિવસંગ્રામ પાર્ટીના અધ્યક્ષ હતા. તેમનો જન્મ 30 જૂન 1970ના રોજ બીડમાં થયો હતો. વિનાયકરાવ મેટેનું નામ મહારાષ્ટ્રના રાજકારણમાં ઝડપથી ઊભરી આવ્યું હતું. સ્વાતંત્ર્ય સંગ્રામ અને સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળની તેમના વિચારો પર ઊંડી અસર પડી હતી. વિનાયક મેટે 2016માં ભાજપના ક્વોટામાંથી બિનહરીફ એમએલસી તરીકે ચૂંટાયા હતા.

Next Story