Connect Gujarat
દેશ

રાજપથ ખાતે ફુલ ડ્રેસ રિહર્સલમાં સૈન્ય શક્તિની ઝલક, ઘણા રસ્તાઓ અને મેટ્રો સ્ટેશનો બંધ

પ્રજાસત્તાક દિવસ પહેલા રાજપથ ખાતે ફુલ ડ્રેસ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું. પરેડ સવારે 10:20 વાગ્યે વિજય ચોકથી શરૂ થઈ હતી

રાજપથ ખાતે ફુલ ડ્રેસ રિહર્સલમાં સૈન્ય શક્તિની ઝલક, ઘણા રસ્તાઓ અને મેટ્રો સ્ટેશનો બંધ
X

પ્રજાસત્તાક દિવસ પહેલા રાજપથ ખાતે ફુલ ડ્રેસ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું. પરેડ સવારે 10:20 વાગ્યે વિજય ચોકથી શરૂ થઈ હતી, ત્યારબાદ પરેડ રાજપથ અને ઈન્ડિયા ગેટ થઈને નેશનલ સ્ટેડિયમ સુધી ગઈ હતી. આ દરમિયાન નજીકના રસ્તાઓ પરથી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.

આ સાથે દિલ્હી પોલીસે ફુલ ડ્રેસ રિહર્સલને ધ્યાનમાં રાખીને ટ્રાફિક એડવાઈઝરી પણ જારી કરી હતી, આદેશ મુજબ દિલ્હી ટ્રાફિકે લોકોને ફુલ ડ્રેસ રિહર્સલના દિવસે રાજપથ પર આવવાનું ટાળવાની સલાહ આપી છે. આ સિવાય કેન્દ્રીય સચિવાલય અને ઉદ્યોગ ભવન મેટ્રો સ્ટેશનનો પ્રવેશ અને બહાર નીકળવાનો માર્ગ બંધ રહેશે. ફુલ ડ્રેસ રિહર્સલને ધ્યાનમાં રાખીને, પોલીસે અગાઉ જાહેર જનતા માટે શહેરમાં ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ સહિત વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડી હતી. પરેડના રૂટ પર વાહનવ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.


પોલીસની સલાહ મુજબ, 23 જાન્યુઆરીના ફુલ ડ્રેસ રિહર્સલને ધ્યાનમાં રાખીને, દિલ્હી પોલીસે 22 જાન્યુઆરીએ રાત્રે 11 વાગ્યા પછી વિજય ચોક, રફી માર્ગ, જનપથ વગેરે જેવા રસ્તાઓ બંધ કરી દીધા હતા. 23 જાન્યુઆરીએ સવારે 9.15 વાગ્યાથી પરેડના અંત સુધી આ માર્ગને સંપૂર્ણપણે બંધ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે, ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને નેશનલ સ્ટેડિયમમાં જ પરેડ સમાપ્ત કરવામાં આવશે, અને માર્ચિંગ ટુકડી લાલ કિલ્લા તરફ જશે નહીં. લાલ કિલ્લાની બહાર સુભાષ મેદાન સુધી માત્ર ફ્લોટ્સ જ લઈ જવામાં આવશે. પહેલા પરેડનો રૂટ 8.3 કિમીનો હતો જે હવે ઘટીને 3.3 કિમી થઈ ગયો છે. કોરોના યુગ પહેલા 1.25 લાખ લોકો પરેડ નિહાળતા હતા, જે કોવિડના કારણે વર્ષ 2021માં ઘટીને 25 હજાર થઈ ગઈ હતી. આ વખતે પણ દર્શકોની સંખ્યા ઓછી હશે. પ્રજાસત્તાક દિવસની પરેડ જોવા આવનાર લોકોનું તાપમાન તપાસવામાં આવશે. તેમજ ગણતંત્ર દિવસ પર માસ્ક પહેરવું પણ જરૂરી રહેશે. અને જગ્યાએ જગ્યાએ સેનિટાઈઝરની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

Next Story