Connect Gujarat
દેશ

હનુમાન ચાલીસા વિવાદ: રાણા દંપતી પોલીસ સ્ટેશનમાં ચા-કોફી પીતા દેખાયા, મુંબઈ પોલીસ કમિશનરે CCTV ફૂટેજ શેર કર્યા

નવનીત રાણા દ્વારા લગાવવામાં આવેલા ગેરવર્તણૂકના આરોપો વચ્ચે મુંબઈ પોલીસે જવાબી કાર્યવાહી કરી છે.

હનુમાન ચાલીસા વિવાદ: રાણા દંપતી પોલીસ સ્ટેશનમાં ચા-કોફી પીતા દેખાયા, મુંબઈ પોલીસ કમિશનરે CCTV ફૂટેજ શેર કર્યા
X

નવનીત રાણા દ્વારા લગાવવામાં આવેલા ગેરવર્તણૂકના આરોપો વચ્ચે મુંબઈ પોલીસે જવાબી કાર્યવાહી કરી છે. મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો પોલીસ સ્ટેશનના સીસીટીવીનો છે. જેમાં નવનીત રાણા અને રવિ રાણા પોલીસ સ્ટેશનમાં ચા પીતા જોવા મળે છે. બંને પોલીસ સ્ટેશનમાં ખૂબ આરામથી બેસીને વાતો કરી રહ્યા છે.

મુંબઈ પોલીસ કમિશનર દ્વારા આ વીડિયો એવા સમયે જાહેર કરવામાં આવ્યો છે જ્યારે નવનીત રાણાએ લોકસભા સ્પીકરને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે પોલીસે તેમને ન તો પાણી પીવા દીધું અને ન તો ટોઈલેટ જવા દીધા. અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણાએ લોકસભા સ્પીકરને પત્ર લખીને તેમની ધરપકડને ગેરકાયદેસર ગણાવી હતી. તેણે મહારાષ્ટ્ર સરકાર પર તાનાશાહીનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, પોલીસ તેની સાથે અમાનવીય વર્તન કરી રહી છે. આરોપ છે કે મહારાષ્ટ્રમાં અરાજકતાનો માહોલ છે.

હનુમાન ચાલીસા વિવાદ કેસમાં ધરપકડ કરાયેલા નવનીત અને રવિ રાણાને હાલમાં મુંબઈની સેશન્સ કોર્ટમાંથી રાહત મળી રહી નથી. બંનેની જામીન અરજી પર આજે સુનાવણી થવાની હતી, પરંતુ કોર્ટે સુનાવણી મોકૂફ રાખી હતી. હવે આ મામલાની સુનાવણી 29 એપ્રિલે થશે. વાસ્તવમાં, રાણા દંપતીની શનિવારે હનુમાન ચાલીસાના પાઠને લઈને વિવાદ સર્જાયા બાદ ધરપકડ કરવામાં આવી હતી. રાણા દંપતી સામે IPCની કલમ 15A અને 353 તેમજ બોમ્બે પોલીસ એક્ટની કલમ 135 હેઠળ FIR નોંધવામાં આવી છે. સૌથી મોટી કલમ 124A એટલે કે રાજદ્રોહની કલમ પણ લગાવવામાં આવી છે.

Next Story