મહારાષ્ટ્રના અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિની શનિવારે થયેલી ધરપકડ અને તે બાદ જેલમાં અમાનવીય વ્યવહાર ના આરોપ બાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો છે. ગૃહ મંત્રાલય તરફથી મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર પાસેથી આ મામલે રિપોર્ટ માંગવામા આવ્યો છે.
જેલમાં થયેલા ગેરવર્તન પર સાંસદ નવનીત રાણાની ફરિયાદ બાદ હવે મહારાષ્ટ્ર ડીજીપી રિપોર્ટ બનાવીને મોકલો. મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલય એ સૂત્રોએ જાણકારી આપી છે. રવિવારે લોકસભા સ્પિકરને નવનીત રાણાના વકીલે ફરિયાદ આપી હતી. જે બાદ લોકસભા સ્પિકરે 24 કલાકની અંદર ફેક્ચુયલ રિપોર્ટ માગ્યો હતો. હવે મહારાષ્ટ્રના ડીજીપી રિપોર્ટ બનાવીને આગળ મોકલશે. ડીજીપી ફેક્ચુઅલ રિપોર્ટ બનાવીને મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરીને મોકલશે અને પછી ચીફ સેક્રેટરી તેને લોકસભામાં મોકલશે.હારાષ્ટ્ર ગૃહમંત્રાલયના સૂત્રોએ જણાવ્યુ છે કે, જેટલા પણ નવનીત રાણાએ આરોપ લગાવ્યા છે,
તે ખોટા છે. તેમની સાથે જેલમાં કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર કરવામાં આવ્યો નથી. પાણી આપવાની કોઈએ ના પાડી ન થી. અહીં ઉલ્લેખનીય છે કે, અમરાવતીથી સાંસદ નવનીત રાણા લોકસભા સ્પીકર ઓમ બિરલા ને પત્ર લખ્યો હતો. રાણામાં પત્ર માં કેટલાક ચોંકાવનારા આરોપ લગાવ્યા હતા. તેમણે લખ્યું હતું કે, મને 23 એપ્રિલ 2022ના રોજ ખાર પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી હતી. આખી રાત મેં પોલીસ સ્ટેશનમાં વિતાવી હતી. જ્યારે મેં પીવા માટે પાણી માગ્યું તો મને પાણી પણ આપવામાં આવ્યું નહીં.
/connect-gujarat/media/media_files/2025/07/12/new-thumblain-2025-07-12-21-25-36.jpg)