Connect Gujarat
દેશ

નવા વર્ષમાં PMમોદીએ ખેડૂતોને આપી મોટી ભેટ, ખેડૂતોના ખાતામાં 20 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા

નવા વર્ષમાં PMમોદીએ ખેડૂતોને આપી મોટી ભેટ, ખેડૂતોના ખાતામાં 20 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા
X

નવા વર્ષના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કિસાન સન્માન નિધિ યોજનાનો દસમો હપ્તો જાહેર કર્યો છે. આનાથી ખેડૂતોને નવા પાક માટે બિયારણ અને સિંચાઈ ખરીદવામાં મદદ મળશે.પ્રધાન મંત્રીએ વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી 10 કરોડથી વધુ ખેડૂત લાભાર્થીઓના એકાઉન્ટમાં 20,000 હજાર કરોડથી વધુ રકમ જમા કરવી છે. આ સાથે પીએમ મોદીએ લગભગ 351 ખેડૂતો ઉત્પાદક સંસ્થાઓને 14 કરોડથી વધુ ઈક્વિટી ગ્રાન્ટ ટ્રાન્સફર કરી હતી. જેનાથી 1.24 લાખથી વધુ ખેડૂતોને ફાયદો થયો હતો.

આ પ્રસંગ્રે કેન્દ્રીય કૃષિ નેરેન્દ્રસિંહ તોમર પણ હાજર રહ્યાં હતાં. તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આમાં, તમને 2000 રૂપિયાના 3 હપ્તા જારી કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં 11.37 કરોડ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે. સરકારે આ યોજના હેઠળ અબજો રૂપિયા સરકારે અત્યાર સુધીમાં ટ્રાન્સફર કરી દીધા છે. મહત્વનું છે કે, ઘણા દિવસોથી પીએમ કિસાન યોજના હેઠળ 2000 રૂપિયાના હપ્તાની તારીખ ચૂકવવાની અટકળો ચાલી રહી હતી. પરંતુ થોડા દિવસો પહેલા સરકાર દ્વારા એમસએમસએસ મારફતે મોબઈલ પર ભંડોળ ટ્રાન્સફર કરવાની માહિતી મોકલવામાં આવી હતી.હવે ખેડૂતોના ખાતામાં પણ પૈસા મોકલાવ્યા છે.

Next Story