Connect Gujarat
દેશ

કશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની વધતી ઘટના,સીઆરપીએફની 5 કંપની મોકલવામાં આવી

જૂના શ્રીનગરના બોહવી કદલ વિસ્તારમાં આતંકીઓએ એક કાશ્મીરી પંડિતની દુકાનના સેલ્સમેનની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

કશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની વધતી ઘટના,સીઆરપીએફની 5 કંપની મોકલવામાં આવી
X

જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની સતત વધતી ઘટનાઓને લઈને કેન્દ્ર સરકારે સખત વલણ અપનાવ્યું છે. સરકારે સીઆરપીએફ (કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ)ની વધુ પાંચ કંપનીઓ જમ્મુ-કાશ્મીર મોકલી છે.આ પાંચ કંપની અલગ અલગ સ્થળે તૈનાત કરવામાં આવશે. સીઆરપીએફની આ કંપની એક સપ્તાહમાં તૈનાત થઈ જશે. ઉલ્લેખનીય છે કે, સોમવારે રાજ્યના જૂના શ્રીનગરના બોહવી કદલ વિસ્તારમાં આતંકીઓએ એક કાશ્મીરી પંડિતની દુકાનના સેલ્સમેનની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

આ ઘટના પછી અહીં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ ઘટનાના એક દિવસ પહેલાં જ શ્રીનગરના બટમાલુ વિસ્તારમાં આતંકવાદીઓએ એક પોલીસકર્મીની હત્યા કરી દીધી હતી.સીઆરપીએફ આ ઘટનાઓને લઈને જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં હાલમાં થયેલી હત્યા ને લઈને દળની પાંચ વધારાની કંપની મોકલવામાં આવી રહી છે. ભાજપના જમ્મુ-કાશ્મીર એકમના અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ ઘટના પાછળ પાકિસ્તાનનો હાથ છે આ પાંચ કંપનીઓ ફાળવાતા સુરક્ષા મજબૂત થશે અને આતંકીઓ સામે લડવામાં પણ મદદ મળશે

Next Story