Connect Gujarat
દેશ

જમ્મુ કાશ્મીર : કોંગ્રેસમાં "ભડકો", નિમણૂંક બાદ ગુલામ નબી આઝાદનું રાજીનામું...

જમ્મુ કાશ્મીર કોંગ્રેસમાં મોટો ફેરબદલ થયો છે. કોંગ્રેસ નેતા ગુલાબ નબી આઝાદને અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

જમ્મુ કાશ્મીર : કોંગ્રેસમાં ભડકો, નિમણૂંક બાદ ગુલામ નબી આઝાદનું રાજીનામું...
X

જમ્મુ કાશ્મીર કોંગ્રેસમાં મોટો ફેરબદલ થયો છે. કોંગ્રેસ નેતા ગુલાબ નબી આઝાદને અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. પણ ગુલાબ નબી આઝાદે તે પદ પરથી રાજીનામું આપી દીધું છે. હજી સુધી કારણ સ્પષ્ટ નથી કે, કોંગ્રેસ નેતા થોડા કલાકો બાદ જ પાર્ટી દ્વારા આપવામાં આવેલા પદેથી રાજીનામું આપ્યું છે.

મળતી વિગતો અનુસાર, મંગળવારે કોંગ્રેસે પોતાના જમ્મુ કાશ્મીર સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. સંગઠનને વધુ મજબૂત કરવા માટે ઘણી નવી નિમણૂંક કરવામાં આવી હતી. પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલાબ નબી આઝાદને અભિયાન સમિતિના અધ્યક્ષ અને તારિક હામિદ કર્રા ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગુલાબ નબી આઝાદને રાજકીય બાબતોની સમિતિ અને સમન્વય સમિતિના પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી.

તો બીજી તરફ ઘોષણાપત્ર સમિતિના પ્રમુખ પ્રો. સૈફુદ્દીન સૌઝ અને ઉપાધ્યક્ષ એડવોકેટ એમ.કે.ભારદ્વાજને બનાવવામાં આવ્યા હતા. પ્રચાર અને પ્રકાશન સમિતિના અધ્યક્ષ મૂલા રામ નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ આ નિમણૂંકના થોડા કલાકો બાદ જ ગુલામ નબી આઝાદે પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું. હવે, કહેવા માત્ર ગુલાબ નબીને પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેમના રાજીનામા બાદ સવાલ ઉદભવી રહ્યા છે કે, તે આ પદથી ખુશ ન હતા છેલ્લા ઘણા સમયથી કેહવાય છે કે, ગુલામ નબી આઝાદ પાર્ટીથી નારાજ છે.

Next Story