Connect Gujarat
દેશ

ઝારખંડ : પડેરકોલા નજીક ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક અને બસ સર્જાયો અકસ્માત, 10 લોકોના મોત

ઝારખંડ રાજ્યના પાકુડ જિલ્લામાં બુધવારે વહેલી સવારે ગોઝારા અકસ્માતની ઘટના સર્જાય હતી.

ઝારખંડ : પડેરકોલા નજીક ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક અને બસ સર્જાયો અકસ્માત, 10 લોકોના મોત
X

ઝારખંડ રાજ્યના પાકુડ જિલ્લામાં બુધવારે વહેલી સવારે ગોઝારા અકસ્માતની ઘટના સર્જાય હતી. આ ભીષણ રોડ એક્સિડન્ડમાં 10 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

પાકુડથી દુમકા જતી લિટ્ટીપાડા-અમડાપાડા રોડ પર પડેરકોલા નજીક બુધવારની વહેલી સવારે ગેસ સિલિન્ડરથી ભરેલી એક ટ્રક બસ સાથે ધડાકાભેર અથડાય હતી. બન્ને મોટા વાહનો વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે, ટ્રક અને બસના ફૂરચા ઉડી ગયા હતા. બસમાં બેઠેલા મુસાફરો અંદર જ ફસાય ગયા હતા, ત્યારે ક્રેનની મદદથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, આ દરમ્યાન બસમાં 40થી વધુ લોકો મુસાફરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે, જ્યારે અંદાજે 25 જેટલા લોકોને નાની મોટી ઇજાઓ પહોચી છે, ત્યારે આ ગોઝારી દુર્ઘટનામાં મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું.

Next Story