કશ્મીરના હુરિયત નેતા ગિલાનીનું નિધન, ઈમરાનખાને પાકિસ્તાની ગણાવી ધ્વજ અડધી કાંઠીએ ફરકાવ્યો

New Update

જમ્મુ કાશ્મીરમાં અલગાવવાદી હુરિયત નેતા સૈયદ અલી શાહ ગિલાનીના નિધન પર પાકિસ્તાન સીધુ ન રહ્યુ. અહીં પીએમ ઈમરાન ખાને ગિલાનીને 'પાકિસ્તાની' ગણાવતા દેશનો ઝંડો અડધી કાઢીએ ફરકાવ્યો. ઈમરાને એક દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કર્યો છે. કહ્યું કે ગિલાનીનું 92 વર્ષની ઉંમરે શ્રીનગરમાં બુધવારે રાતે નિધન થયુ હતુ.

ગુરુવારે તેમને સુપુર્દે-એ- ખાક કરી દેવામાં આવશે. સૈયદ અલી શાહ ગિલાની ઘણા લાંબા સમયથી બિમાર ચાલી રહ્યા હતા. પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને ટ્વીટ કરી, કાશ્મીર નેતા સૈયદ અલી શાહ ગિલાનીના નિધનન સમાચાર સાંભળી દુઃખી છુ. ગિલાની જીવનભર પોતાના લોકો અને તેમના આત્મનિર્ણયના અધિકાર માટે લડતા રહ્યા. ભારતે તેમને કેદ રાખ્યા અને પ્રતાડિત કર્યા. ઈમરાને કહ્યું કે અમે પાકિસ્તાનમાં તેમના સંઘર્ષને સલામ કરીએ છીએ. તેમના શબ્દોને યાદ કરીએ છીએ. અમે પાકિસ્તાની છીએ અને પાકિસ્તાન અમારું છે.

પાકિસ્તાનનો ઝંડો અડધો ઝુકેલો રહેશે અને અમે એક દિવસનો સત્તાવાર શોક મનાવીશું. ગિલાનીના નિધનથી પાકિસ્તાનની સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ કહ્યું કે ગિલાનીના નિધન પર તેમને દુઃખ છે. તે કાશ્મીરના સ્વતંત્રતા આંદોલનના એગેવાન હતા. બાજવાએ ભારત પર આરોપ લગાવ્યો. તે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ ગિલાની કશ્મીરી આંદોલનના પથ પ્રદર્શક ગણાવ્યા. કુરૈશીએ કહ્યું કે તે નજરબંધી બાદ પણ અંતિમ શ્વાસ સુધી સંઘર્ષ કરતા રહ્યા.

ભારત વિરોધી નિવેદનો માટે પ્રખ્યાત રહેલા ગિલાનીને પડોશી દેશ પાકિસ્તાને પોતાના સર્વોચ્ચ સન્માનની સન્માનિત કર્યા હતા. કાશ્મીરમાં ગિલાનીના પ્રભાવનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે તેમના એક અવાજ પર કાશ્મીર બંધ થઈ જતુ હતુ. જો કે એવો પણ સમય આવ્યો કે કાશ્મીરની જનતા એક તરફથી ગિલાનીનો બોયકોટ કરી દીધો હતો.

Latest Stories