Connect Gujarat
દેશ

હિજાબ વિવાદમાં મલાલા યુસુફજઈની એન્ટ્રી,જાણો કોણ છે મલાલા?

કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદમાં નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફજઈ એન્ટ્રી મારી છે.

હિજાબ વિવાદમાં મલાલા યુસુફજઈની એન્ટ્રી,જાણો કોણ છે મલાલા?
X

કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદમાં નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફજઈ એન્ટ્રી મારી છે. તેણે સોશિયલ મીડિયા પર કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું છે કે છોકરીઓને હિજાબમાં શાળાએ જતા અટકાવવી તે ભયજનક છે. તેણે ભારતીય નેતાઓને સલાહ આપી છે કે ભારતમાં મુસ્લિમ મહિલાઓને હાશિયામાં જતા અટકાવવામાં આવે.

પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ ટ્વીટ કર્યું કે, મોદીના ભારતમાં જે થઈ રહ્યું છે તે ડરામણું છે. અસ્થિર નેતૃત્વ હેઠળ ભારતીય સમાજ અત્યંત ગતિથી પતન તરફ જઈ રહ્યો છે. અન્ય ડ્રેસની જેમ હિજાબ પહેરવું એ વ્યક્તિગત પસંદગીની બાબત છે. નાગરિકોને સ્વતંત્રપણે પોતાના નિર્ણયો લેવાનો અધિકાર મળવો જોઈએ. ફવાદ ચૌધરીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાનમાં જન્મેલી નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈએ પણ કહ્યું છે કે છોકરીઓને હિજાબ પહેરીને શાળાઓમાં પ્રવેશતા અટકાવવી એ ભયાનક છે.ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં હિજાબને લઈને વિવાદ 1 લી જાન્યુઆરીથી શરૂ થયો છે.કર્ણાટકના ઉડ્ડુપીમાં ઠ મુસ્લિમ વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરવા બદલ કોલેજના કલાસરૂમમાં બેસવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. કોલેજ મેનેજમેન્ટે નવી યુનિફોર્મ પોલિસીને આ માટેનું કારણ ગણાવ્યું હતું. ત્યારબાદ યુવતીઓએ કર્ણાટક હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

Next Story