ગણેશ ચતુર્થી પહેલા-પહેલા ISROએ ખુશખબરી આપી છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ભારતના પ્રથમ સૌર મિશન આદિત્ય- L1 મિશનને લઈને એક નવું અપડેટ આપ્યું છે. ઈસરોએ કહ્યું છે કે, આદિત્ય-એલ1 એ વૈજ્ઞાનિક ડેટા એકત્ર કરવાનું કામ શરૂ કરી દીધું છે. ISROએ X પરની તેની એક પોસ્ટમાં જણાવ્યું કે, આદિત્ય-L1માં સ્થાપિત STEPS ઈન્સ્ટ્રુમેન્ટના સેન્સર્સે પૃથ્વીથી 50 હજાર કિમીથી વધુના અંતરે સુપર-થર્મલ અને એનર્જેટિક આયનો અને ઈલેક્ટ્રોનને માપવાનું શરૂ કરી દીધું છે. ISRO અનુસાર આદિત્ય-L1 જે ડેટા એકત્ર કરશે તેનાથી વૈજ્ઞાનિકોને પૃથ્વીની આસપાસના કણોના વર્તનનું વિશ્લેષણ કરવામાં મદદ મળશે. આ આંકડો એક એકમ દ્વારા એકત્રિત કરવામાં આવેલ ઊર્જાસભર કણોના વાતાવરણમાં ભિન્નતા દર્શાવે છે. આદિત્ય L-1ને 2 ઓગસ્ટના રોજ સવારે 11:50 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ભારતનું પ્રથમ સૂર્ય મિશન છે. આનાથી વૈજ્ઞાનિકોને સૂર્યના રહસ્યોને સમજવામાં મદદ મળશે.
મિશન સૂર્યયાનને મળી વધુ એક સફળતા, ગણેશ ચતુર્થી પહેલા ISROએ આપી ખુશખબરી, જાણો શું.....
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ભારતના પ્રથમ સૌર મિશન આદિત્ય- L1 મિશનને લઈને એક નવું અપડેટ આપ્યું છે.
New Update
Latest Stories