Connect Gujarat
દેશ

મોદી સરકારની અસંગઠિત શ્રમિકો માટે વધુ એક પહેલ, ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ કરાશે

મોદી સરકારની અસંગઠિત શ્રમિકો માટે વધુ એક પહેલ, ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ કરાશે
X

કેન્દ્રની મોદી સરકાર અસંગઠિત શ્રમિકો માટે વધુ એક પહેલ કરવા જઈ રહી છે. શ્રમ અને રોજગાર મંત્રાલય 26 ઓગસ્ટે દેશભરના લગભગ 43.7 કરોડ અસંગઠિત શ્રમિકો માટે ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ કરવા જઈ રહી છે. સરકારની આ પહેલથી દેશના દરેક અસંગઠિત કામગાર સુધી સામાજીક સુરક્ષા યોજનાઓનો લાભ પહોંચશે.

દેશભરના અસંગઠિત શ્રમિક જે વિવિધ ક્ષોત્રોમાં કામ કરે છે તેમના ઓળખ પત્ર અને આધાર કાર્ડના આધાર પર રેકોર્ડ તૈયાર કરવામાં આવશે જેથી યોજનાઓ બનાવી લાગુ કરી શકાય. આ યોજના હેઠળ દેશમાં હાજર 54 કરોડ શ્રમિકોનું રજીસ્ટ્રેશન ઈ-શ્રમ પોર્ટલ પર કરવામાં આવશે. આ રજીસ્ટ્રેશનના આધાર પર દેશમાં અસંગઠિત અને સંગઠિત શ્રમિકોની સંખ્યાની જાણકારી મેળવવામાં આવશે.

ઈ શ્રમ પોર્ટલનો લોગો જાહેર કરવામાં આવશે અને તે કઈ રીતે કામ કરશે તેનુ માળખુ શું હશે તેના પર શ્રમિક સંગઠનો વિચાર કરશે. પોર્ટલ પર દેશભરના અસંગઠિત મજૂરોનો ડેટા બેઝ તૈયાર કરવામાં આવશે. તેનાથી શ્રમિકોને શું લાભ થશે અને શ્રમિક સંગઠન શું ભુમિકા નિભાવી શકે તેના પર પણ વિચાર કરવામાં આવશે.

Next Story