માઉન્ટ આબુમાં માઇનસ 2 ડિગ્રી તાપમાન, ચારે તરફ બરફની ચાદર છવાઇ

રાજ્યભર કોલ્ડ દિવસની હવામાન વિભાગે આગાહી કરી છે. બીજીતરફ અગામી 24 કલાક સુધી કચ્છમાં કોલ્ડવેવ રહેશે.

New Update

રાજ્યભર કોલ્ડ દિવસની હવામાન વિભાગે આગાહી કરી છે. બીજીતરફ અગામી 24 કલાક સુધી કચ્છમાં કોલ્ડવેવ રહેશે. તેમજ અમદાવાદ, ગાંધીનગર સહિત જિલ્લાઓમાં આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પૂર્વીય દિશામાંથી ઠંડા પવનો ફૂંકાશે જેને લઈને ઠંડીનું જોર હજુ વધશે. ત્યારે આજે માઉન્ટ આબુમાં લધુત્તમ તાપમાન પુનઃ માઇનસ 2 ડિગ્રી પહોંચી જતાં ઠંડુગાર બન્યું હતું. જેને લઈને માઉન્ટ આબુના પ્રવાસે ગયેલા પ્રવાસીઓ કાતિલ ઠંડીથી ઠૂંઠવાયા હતાં. બીજી બાજુ આબુમાં લઘુત્તમ તાપમાન માઈનસ 2 ડિગ્રીએ પહોંચતા ચારે તરફ બરફની ચાદરો છવાઇ ગઈ હતી. 

Latest Stories