Connect Gujarat
દેશ

મુકેશ અંબાણી પરિવાર સહિત લંડન રહેવા જશે.? રિલાયન્સે કર્યો ખુલાસો

મુકેશ અંબાણી પરિવાર સહિત લંડન રહેવા જશે.? રિલાયન્સે કર્યો ખુલાસો
X

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અંબાણી પરિવારના લંડનમાં સ્થાયી થવાના સમાચાર માત્ર અફવા ગણાવી છે. જાહેર કરાયેલા એક નિવેદનમાં, કંપનીએ જણાવ્યું હતું કે, "તાજેતરમાં અખબારોમાં પાયાવિહોણા અહેવાલોએ અફવા ફેલાવી છે કે અંબાણી પરિવાર લંડનના સ્ટોક પાર્કમાં સ્થાયી થવાની તૈયારી કરી રહ્યો છે."

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કરી છે કે કંપનીના ચેરમેન અને તેમના પરિવારની લંડન અથવા વિશ્વના અન્ય કોઈ સ્થળે સ્થળાંતર કરવાની કે રહેવાની કોઈ યોજના નથી અહેવાલો અનુસાર, મુકેશ અંબાણી પરિવારને લંડન ખસેડવાની યોજના બનાવી રહ્યા છે. અહેવાલ છે કે તેમણે સ્ટોક પાર્ક, લંડનમાં 300 એકરની મિલકત લીધી છે, જ્યાં તે પરિવાર સાથે સ્થાયી થશે. રિપોર્ટ અનુસાર અંબાણી આ વર્ષની શરૂઆતમાં 592 કરોડ રૂપિયામાં સ્ટોક પાર્ક પ્રોપર્ટી ખરીદી હતી રિલાયન્સ ગ્રુપની કંપની RIIHL એ તાજેતરમાં હેરિટેજ પ્રોપર્ટી 'સ્ટોક પાર્ક એસ્ટેટ' હસ્તગત કરી છે. તેનો હેતુ સ્થાનિક નિયમો હેઠળ તેને 'પ્રીમિયર ગોલ્ફિંગ' અને 'સ્પોર્ટિંગ રિસોર્ટ' બનાવવાનો છે. આ એક્વિઝિશન ગ્રુપના ઝડપથી વિકસતા કન્ઝ્યુમર બિઝનેસમાં ઉમેરો કરશે. આ સાથે તે ભારતના હોસ્પિટાલિટી ઉદ્યોગને પણ વિશ્વ સ્તરે લઈ જશે.

Next Story