Connect Gujarat
દેશ

મુંબઈ : અરબ સાગરમાં હેલિકોપ્ટર થયું ક્રેશ , ONGCના 3 કર્મચારીઓ સહિત 4ના મોત

મુંબઈના પશ્ચિમમાં ઓયલરી સાગર કિરણની પાસે પવન હંસ કંપનીનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં ચાર લોકોના મોત થયા છે.

મુંબઈ : અરબ સાગરમાં હેલિકોપ્ટર થયું ક્રેશ , ONGCના 3 કર્મચારીઓ સહિત 4ના મોત
X

મુંબઈના પશ્ચિમમાં ઓયલરી સાગર કિરણની પાસે પવન હંસ કંપનીનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં ચાર લોકોના મોત થયા છે. તથા પાંચ લોકોને બચાવી લેવાયા છે. ઘાયલોની હાલમાં સારવાર ચાલી રહી છે. હેલિકોપ્ટરમાં કુલ 9 લોકો સવાર હતા. જેમાંથી પાંચને બચાવી લેવાયા છે અને બાકીના ચારના મોત થયા છે.

ઓએનજીસીના પવન હંસ હેલિકોપ્ટરનું મુંબઇ નજીક અરબી સમુદ્રમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ક્રૂના બે પાઇલટ અને સાત મુસાફરો સવાર હતા. ઘટના સ્થળે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. માહિતી મળતા જ કોસ્ટ ગાર્ડના જહાજને ઘટના સ્થળે રવાના કરી દેવામાં આવ્યું હતું. ઓએનજીસીના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. અન્ય પાંચની સારવાર કરવામાં આવી રહી છે. આ ઘટના મુંબઈના પશ્ચિમમાં ઓઈલ રિગ સાગર કિરણ પાસે બની હતી. હેલિકોપ્ટરે મુંબઈ સમુદ્રથી 47નોટિકલ માઇલ પશ્ચિમમાં ઓઇલ રિગ સાગર કિરણ નજીક ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું.

હેલિકોપ્ટરમાં બે પાઇલટ ઉપરાંત છ ઓએનજીસીના કર્મચારીઓ સવાર હતા અને એક કંપની માટે કામ કરતા કોન્ટ્રાક્ટરનો હતો. હાલ તો ઈમરજન્સી લેન્ડિંગ કયા સંજોગો સર્જાયા તે હજુ સ્પષ્ટ થયા નથી. ઓએનજીસી પાસે અરબી સમુદ્રમાં અનેક રિગ્સ અને ઇન્સ્ટોલેશન્સ છે જેનો ઉપયોગ દરિયાઇ સપાટીની નીચે સ્થિત જળાશયોમાંથી તેલ અને ગેસ બનાવવા માટે થાય છે. બચાવ કામગીરી દરમિયાન કોસ્ટગાર્ડના વિમાને હેલિકોપ્ટરના મુસાફરોને બચાવવા માટે જીવનરક્ષક તરાપા છોડ્યા હતા. આ એમઆરસીસી દ્વારા મંજૂર કરાયેલી આંતરરાષ્ટ્રીય સ્તરની સલામતી જાળ છે.

Next Story