Connect Gujarat
દેશ

રાજનીતિક પાર્ટીને ઘી કેળા, કોર્પોરેટ જગતમાંથી થયો રૂપિયાનો વરસાદ,જાણો કેટલા કરોડ ભંડોળ એકઠું થયું..

રાજકીય પાર્ટીઓને દર વર્ષે કોર્પોરેટ જગતમાં થી કરોડો રૂપિયાનું ડોનેશન મળે છે.

રાજનીતિક પાર્ટીને ઘી કેળા, કોર્પોરેટ જગતમાંથી થયો રૂપિયાનો વરસાદ,જાણો કેટલા કરોડ ભંડોળ એકઠું થયું..
X

રાજકીય પાર્ટીઓને દર વર્ષે કોર્પોરેટ જગતમાં થી કરોડો રૂપિયાનું ડોનેશન મળે છે. તમામ નામી અનામી કંપની વિવિધ પાર્ટીઓને પોલિટિકલ ડોનેશન આપે છે. ડોનેશન આપનારી કોર્પોરેટ્સમાં અમુક અજાણ્યા નામ પણ સામેલ છે. રાજકીય પારદર્શિતા માટે કામ કરતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ હાલમાં પોતાના રિપોર્ટમાં પોલિટિકલ ડોનેશન આપતી કંપનીઓના નામ સામે આવ્યા છે. નાણાકીય વર્ષ 2019-20ની વાત કરીએ તો, રાજકીય પાર્ટીઓને ડોનેશન આપનારી અગ્રણી કંપનીઓમાં ભારતી સમૂહ અને આઈટીસી જેવા મોટા નામો પણ સામેલ છે.

ભારતી એન્ટરપ્રાઈઝના સપોર્ટેડ પ્રુડેંટ ઈલેકટ્રોરલ ટ્રસ્ટ ડોનેશન આપવામાં સૌથી આગળ છે. તેમાં 2019-20માં રાજકીય પાર્ટીઓને 247.75 કરોડ રૂપિયાનું ડોનેશન આપવામાં આવ્યું છે. આ ટ્રસ્ટ 2016-17 અને 2017-18માં ડોનેશન આપવામાં સૌથી આગળ છે. આ બંને વર્ષમાં ટ્રસ્ટે 429.42 કરોડ રૂપિયા ડોનેશન ફક્ત ભાજપ અને કોંગ્રેસને જ આપ્યું છે. ત્યારે તેને સત્ય ઈલેકટ્રોરલ ટ્રસ્ટ તરીકે ઓળખાતું હતું. 2019-20માં પણ આ ટ્રસ્ટે મુખ્ય રીતે ભાજપ અને કોંગ્રેસ ડોનેશન આપ્યું હતું.

આ દરમિયાન પ્રુડેંટ ઈલેક્ટ્રોરલ ટ્રસ્ટે ભાજપને 216.75 કરોડ રૂપિયા અને કોંગ્રેસને 31 કરોડ રૂપિયા મળ્યા હતા.નાણાકીય વર્ષ 2019-20માં ડોનેશન આપવા માં ટોપ માં રહેલી કોર્પોરેટ્સમાં આઈટીસી લિમિટેડ, જનકલ્યાણ ઈલેક્ટ્રોરલ ટ્રસ્ટ, બીઝી શિર્કે કન્સ્ટ્રકશન પ્રાઇવેટ લિમિટેડ અને પંચશીલ કોર્પોરેટ પાર્ક પ્રાઈવેટ લિમિટેડનું નામ સામેલ છે. નાણાકીય વર્ષ 2019-20માં ભલે ભારતી એન્ટરપ્રાઈઝીસના સપોર્ટેડ પ્રુડેંટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ ડોનેસન આપવામાં સૌથી આગળ રહ્યું, પણ તેને ઠીક પહેલા એટલે કે નાણાકીય વર્ષ 2018-19માં તે બીજા નંબર પર રહી હતી.

ત્યાર ટાટા સપોર્ટેડ પ્રોગેસિવ ઈલેક્ટ્રોરલ ટ્રસ્ટે સૌથી વધારે ડોનેશન આપ્યું હતું.કોઈ પણ પાર્ટીને 20 હજારથી વધારે ડોનેશન લેવા પર નામ, સરનામા અને પાન નંબરની જાણકારી આપવી પડી છે. તેમાં ઓછા ડોનેશન અજાણ્યા રહીને પણ કરી શકાય છે. બાદમાં પાર્ટી ચૂંટણી પંચને જણાવે છે કે, તેમને કેટલું ફંડ મળ્યું છે. એડીઆર રિપોર્ટ અનુસાર ડોનેશન મેળવવા મામલામાં કેન્દ્રમાં સરકાર ચલાવી રહેલી ભાજપને સૌથી વધારે મળ્યા છે. નાણાકીય વર્ષ 2019-20માં ટોપ 5 પાર્ટીઓને મળીને કુલ 921.95 કરોડ રૂપિયાની કોર્પોરેટ જગતમાંથી મળ્યા અને તેમાં 720.40 કરોડ રૂપિયા ખાલી એકલા ભાજપને જ મળ્યા છે.

Next Story