Connect Gujarat
દેશ

દેશમાં ઓમિક્રોનની ઝડપ વધી, આજે મોદી કેબિનેટની બેઠક, કોરોનાના નવા વેરિઅન્ટ પર સંભવિત ચર્ચા

કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનની ઝડપ દેશભરમાં ઝડપથી વધી રહ્યો છે. મંગળવારે વધુ બે રાજ્યોમાં ઓમિક્રોનના કેસ નોંધાયા છે.

દેશમાં ઓમિક્રોનની ઝડપ વધી, આજે મોદી કેબિનેટની બેઠક, કોરોનાના નવા વેરિઅન્ટ પર સંભવિત ચર્ચા
X

કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનની ઝડપ દેશભરમાં ઝડપથી વધી રહ્યો છે. મંગળવારે વધુ બે રાજ્યોમાં ઓમિક્રોનના કેસ નોંધાયા છે. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ અને ઓડિશામાં બે કેસ નોંધાયા છે. આ નવા કેસ સાથે, સમગ્ર દેશમાં ઓમિક્રોનના કુલ કેસ વધીને 213 થઈ ગયા છે. આ દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાવા જઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે. કે આ બેઠકમાં ઓમિક્રોનની નવીનતમ સ્થિતિ અને તેનાથી નિપટવાના ઉપાયો પર ચર્ચા થઈ શકે છે. આ સિવાય કેબિનેટમાં ઘણા નિર્ણયો પણ લેવામાં આવી શકે છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓમિક્રોનના કુલ કેસ વધીને 213 થઈ ગયા છે. આ સિવાય 90 દર્દીઓ સાજા પણ થયા છે. મંગળવારે જમ્મુ-કાશ્મીર અને ઓડિશા સિવાય લદ્દાખમાં પણ એક કેસ નોંધાયો છે. 2 ડિસેમ્બરે કર્ણાટકમાં ઓમિક્રોનનો પહેલો કેસ જોવા મળ્યો હતો.

ઓમિક્રોનના કેસ ક્યાં અને કેટલા છે

દિલ્હી 57,મહારાષ્ટ્ર 54,તેલંગાણા 24,કર્ણાટક 19,રાજસ્થાન 18,કેરળ 15,ગુજરાત 14,જમ્મુ અને કાશ્મીર 3 ઉત્તર પ્રદેશ 2,ઓડિશા 2,આંધ્ર પ્રદેશ 1,તમિલનાડુ 1,પશ્ચિમ બંગાળ 1,ચંદીગઢ 1,લદ્દાખ 1

કોરોનાના 6,317 નવા કેસ

બીજી તરફ, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 6,317 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત 6,906 દર્દીઓ સાજા પણ થયા છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન કોરોનાના કારણે 318 લોકોના મોત પણ થયા છે. દેશમાં સક્રિય કેસોની સંખ્યા હવે 79,097 છે. તે જ રીતે, 3 કરોડ 41 લાખ 95 હજાર 60 લોકો સ્વસ્થ થયા છે જ્યારે કુલ 4 લાખ 78 હજાર 7 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.

Next Story