Connect Gujarat
દેશ

પીએમ નરેન્દ્ર મોદીની ગ્લોબલ પોપ્યુલારિટી ફરી સામે આવી ગ્લોબલ વર્લ્ડ લીડર્સ લિસ્ટમાં પ્રથમ નંબર

વડાપ્રધાન મોદીને એક સર્વે દરમિયાન ગ્લોબલ વર્લ્ડ લીડર્સ લિસ્ટમાં પહેલા નંબર પસંદ કરવામાં આવ્યા છે.

પીએમ નરેન્દ્ર મોદીની ગ્લોબલ પોપ્યુલારિટી ફરી સામે આવી ગ્લોબલ વર્લ્ડ લીડર્સ લિસ્ટમાં પ્રથમ નંબર
X

પીએમ નરેન્દ્ર મોદીની ગ્લોબલ પોપ્યુલારિટી ફરી એક વાર સામે આવી છે. વડાપ્રધાન મોદીને એક સર્વે દરમિયાન ગ્લોબલ વર્લ્ડ લીડર્સ લિસ્ટમાં પહેલા નંબર પસંદ કરવામાં આવ્યા છે. વડાપ્રધાનને આ લિસ્ટમાં 71% અપ્રુવલ રેટિંગ મળ્યું છે. જ્યારે તેમની સાથે અન્ય ગ્લોબલ લીડર રેટિંગ પ્રમાણે ઘણાં પાછળ રહ્યા છે. આ રેટિંગ મોર્નિંગ કન્સલ્ટ પોલિટિકલ ઇન્ટેલિજન્સ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.જેમાં નરેન્દ્ર મોદીએ અનેક લીડરો ને પાછળ મૂકી દીધા છે

વડાપ્રધાન મોદી આ લિસ્ટમાં નંબર વન છે તો અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા પાવરફુલ અને વિકસિત દેશોના રાષ્ટ્રીય પ્રમુખો ઘણા પાછળ રહી ગયા છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન 43% રેટિંગ મળ્યું છે અને તેઓ 6 નંબરે છે. કેનેડિયન રાષ્ટ્રપતિ જસ્ટિન ટ્રુડોને પણ 43% રેટિંગ મળ્યું છે. પરંતુ તેમને અમેરિકન રાષ્ટ્રપતિ પછી રાખવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોડ મોરિસન 41% અપ્રુવલ રેટિંગ મળ્યું છે.બીજા નંબરે મેક્સિકોના રાષ્ટ્રપતિ અને ત્રીજા નંબરે ઈટાલીના વડાપ્રધાન લિસ્ટ માં બીજા નંબરે મેક્સિકોના રાષ્ટ્રપતિ આંદ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાદર રહ્યા છે, જેને 66% અપ્રુવલ મળી છે. ત્યારપછી ત્રીજા નંબરે ઈટાલીના વડાપ્રધાન મોરિયા દ્રાધી રહ્યા છે, જેને 60% રેટિંગ મળ્યું છે.આમ ફરીવાર પીએમ મોદીએ વિશ્વમાં પોતાની લોકપ્રિયતા સાબિત કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પહેલાં પણ વર્લ્ડ લીડર્સની પોપ્યુલારિટી લિસ્ટમાં તેમના સમકક્ષ અન્ય નેતાઓ ને પાછળ પાડી દીધા હતા. ગયા વર્ષે નવેમ્બરમાં તેમને મોસ્ટ પોપ્યુલર વર્લ્ડ લીડર્સ સર્વેમાં પહેલા નંબર પસંદ કરવામાં આવ્યા હતા.

Next Story