Connect Gujarat
દેશ

પ્રિયંકા ગાંધીએ જાહેર કર્યો પાર્ટીનું ઘોષણાપત્ર, કોંગ્રેસ 10 દિવસમાં ખેડૂતોની લોન માફ કરશે,જાણો અન્ય સુવિધાઓ વિશે..?

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ લખનૌમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યો.

પ્રિયંકા ગાંધીએ જાહેર કર્યો પાર્ટીનું ઘોષણાપત્ર, કોંગ્રેસ 10 દિવસમાં ખેડૂતોની લોન માફ કરશે,જાણો અન્ય સુવિધાઓ વિશે..?
X

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ લખનૌમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યો. આ પ્રસંગે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે જો અમારી સરકાર બનશે, તો 10 દિવસમાં ખેડૂતોની લોન માફ કરવામાં આવશે. રખડતા પશુઓના કારણે જે લોકોએ નુકસાન સહન કરવું પડ્યું હતું તેમને રૂ.3,000નું વળતર આપવામાં આવશે અને ગોધન ન્યાય યોજના શરૂ કરવામાં આવશે.

યુપી વિધાનસભા ચૂંટણી માટે બહાર પાડવામાં આવેલ કોંગ્રેસ પાર્ટીના મેનિફેસ્ટોનું વર્ણન કરતા, પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, જ્યારે સરકાર આવશે, ત્યારે વીજળીના બિલ માફ કરવામાં આવશે, કોવિડ અસરગ્રસ્ત પરિવારોને 25,000 રૂપિયા આપવામાં આવશે. તેમજ કોંગ્રેસ 20 લાખ સરકારી નોકરીઓ આપશે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે કોઈપણ રોગ માટે 10 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. ગાયનું છાણ 2 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદવામાં આવશે,

જેનો ઉપયોગ વર્મી કમ્પોસ્ટ બનાવવા માટે કરવામાં આવશે. તેમણે કહ્યું કે, નાના અને મધ્યમ ઉદ્યોગોને વધુ અસર થઈ છે, સરકાર તરફથી કોઈ સહકાર નથી. અમે ક્લસ્ટરોનો વિકાસ અને સમર્થન કરીશું. કોંગ્રેસે તેના ઢંઢેરામાં આદિવાસી અને પછાત વર્ગના વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવાનું વચન આપ્યું છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, શાળાની ફી નિયંત્રણમાં આવશે, લગભગ 2 લાખ ખાલી ટીચિંગ સીટો ભરવામાં આવશે. શિક્ષકો અને 'શિક્ષા મિત્રો'ને નિયમિત કરવામાં આવશે. આદિવાસી અને પછાત વર્ગના વિદ્યાર્થીઓને કેજીથી પીજી સુધીનું શિક્ષણ મફત આપવામાં આવશે.

Next Story