Connect Gujarat
દેશ

પુણે : 31 ટન ખાંડ લઇ જતા ટ્રકની બસ સાથે ટક્કર, 4નાં મોતના મોત, 18 ઘાયલ

વ્હીલ કાર્ગો ટ્રક 31 ટન ખાંડની બોરીઓ લઈને હાઇવે પરથી પસાર થઈ રહી હતી. તે જ સમયે ટ્રકે પાછડથી બસ ને ટક્કર મારી હતી

પુણે : 31 ટન ખાંડ લઇ જતા ટ્રકની બસ સાથે ટક્કર, 4નાં મોતના મોત, 18 ઘાયલ
X

મહારાષ્ટ્રના પૂણામાં એક મોટો અકસ્માત થયો હતો. કહેવામા આવે છે કે અહીં હાઇવે પર જઇ રહેલી બસ સાથે ટ્રકની ટક્કર થઈ હતી. જેના કારણે 4 લોકોના મોત થયા અને 18 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોચ્યો હતો અને ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટના પૂણેના નર્વે આંબેગાવ પાસે બની હતી. અહીં એક મળતી વ્હીલ કાર્ગો ટ્રક 31 ટન ખાંડની બોરીઓ લઈને હાઇવે પરથી પસાર થઈ રહી હતી. તે જ સમયે ટ્રકે પાછડથી બસ ને ટક્કર મારી હતી. પોલીસનું કહેવું છે કે આ ઘટના શનિવારે રાત્રે 2 વાગે થઇ હતી. ત્યારે ઘટના બાદ 1 રેસ્કયું વાન સહિત 7 ફાયર ફાઇટિંગ વાહનો ઘટના સ્થળે પહોચી ગયા હતા અને ઘાયલોને બચાવ્યા હતા.

Next Story