પુણે : માત્ર થોડા કલાકોનો વરસાદમાં ઘરોમાં ઘૂસી ગયા પાણી, ઓડિશામાં યલો એલર્ટ જારી

મહારાષ્ટ્રના પુણેમાં રવિવારે સાંજે વરસાદ પડ્યો હતો. માત્ર થોડા કલાકોનો વરસાદમાં કેટલાય ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા

New Update

મહારાષ્ટ્રના પુણેમાં રવિવારે સાંજે વરસાદ પડ્યો હતો. માત્ર થોડા કલાકોનો વરસાદમાં કેટલાય ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ઘણી ગાડીઓ ડૂબી ગઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શિવાજી નગર વિસ્તારમાં એક કલાકમાં 16 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. બીજી તરફ બિબવેવાનીમાં થોડા કલાકોમાં 83 મીમીથી વધુનો રેકોર્ડ વરસાદ નોંધાયો હતો.

Advertisment

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદના કારણે આ વિસ્તારમાં વહેતી રામ નદીમાં જળસ્તર વધી ગયું છે,જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ઘુસી ગયા છે. જનજીવન ખોરવાઈ ગયું છે. ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઓક્સફર્ડ ગોલ્ફ કોર્સ વિસ્તારમાં એક કલાકમાં વરસાદ પડતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અહીં ઘણા ડરાવવાના વીડિયો પણ સામે આવ્યા છે. ઘણા વિસ્તારોમાં પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે તેમાં અનેક વાહનો વહેતા જોવા મળ્યા હતા. હવામાન વિભાગે પુણેમાં બેથી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

10 ઓગસ્ટથી ઓડિશાના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવે હવામાન વિભાગે સમગ્ર રાજ્ય માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો માટે ચેતવણી જારી કરવામાં આવી છે અને તેમને સાવચેત અને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. ઓડિશાના ખુર્દા, કટક, સંબલપુર, ઝારસુગુડા, અંગુલ, ગંજમ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ છે.

Advertisment