Connect Gujarat
દેશ

રાજ ઠાકરે ઝૂક્યા નહીં : MNSએ મુંબઈ સહિત અનેક શહેરોમાં મસ્જિદ પાસે લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડી

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ આજે સવારે મુંબઈના ચારકોપ વિસ્તાર સહિત રાજ્યના અનેક શહેરોમાં અજાન દરમિયાન લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડી હતી.

રાજ ઠાકરે ઝૂક્યા નહીં : MNSએ મુંબઈ સહિત અનેક શહેરોમાં મસ્જિદ પાસે લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડી
X

મહારાષ્ટ્રમાં લાઉડ સ્પીકરનો વિવાદ જોર પકડી રહ્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ આજે સવારે મુંબઈના ચારકોપ વિસ્તાર સહિત રાજ્યના અનેક શહેરોમાં અજાન દરમિયાન લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડી હતી. અઝાન દરમિયાન મુંબઈની એક મસ્જિદ પાસે લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા વગાડતા વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

MNS ચીફ રાજ ઠાકરેએ આ માટે કોલ આપ્યો છે. MNSએ મહારાષ્ટ્રની મસ્જિદોને 4 મેથી લાઉડસ્પીકર પર પ્રતિબંધની માંગ સાથે આંદોલન શરૂ કરવા હાકલ કરી છે. બીજી તરફ, મહારાષ્ટ્ર સરકારે આ આંદોલનને કારણે તણાવ ન ફેલાય તે માટે ઝીણવટભરી વ્યવસ્થા કરી છે. દરમિયાન બુધવારે સવારે મુંબઈ અને નાસિક સહિત અનેક શહેરોમાં અજાનના સમયે હનુમાન ચાલીસા વગાડવામાં આવી હતી. મુંબઈનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં એક MNS કાર્યકર બહુમાળી ઈમારતમાંથી અઝાન સમયે પોતાના હાથમાં પાર્ટીનો ધ્વજ લહેરાવતો જોવા મળ્યો હતો અને લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસાનું બમણા અવાજમાં પઠન કરવામાં આવ્યું હતું.

Next Story