Connect Gujarat
દેશ

કૃષિ કાયદા બાબતે પી.એમ.ની જાહેરાત બાદ શોશ્યલ મીડિયામાં પ્રતિક્રિયાઓનો મારો

પીએમ મોદીએ ત્રણ કાયદા પરત લેવાની જાહેરાત કર્યા બાદ શોશ્યલ મીડિયામાં પ્રતિક્રિયાઓ આવી રહી છે

કૃષિ કાયદા બાબતે પી.એમ.ની જાહેરાત બાદ શોશ્યલ મીડિયામાં પ્રતિક્રિયાઓનો મારો
X

પીએમ મોદીએ ત્રણ કાયદા પરત લેવાની જાહેરાત કર્યા બાદ શોશ્યલ મીડિયામાં પ્રતિક્રિયાઓ આવી રહી છે ખાસ કરીને કોંગ્રેસ નેતાઓ અને ખેડૂત સંગઠન દ્વારા આને મોટી જીત ગણાવવામાં આવી રહી છે હાર્દિક પટેલ શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓએ શોશ્યલ મીડિયા દ્વારા પોતાની પ્રતિક્રિયાઓ આપી છે.પીએમ મોદી ની જાહેરાત બાદ રાજ્ય કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, આજે ખેડૂતો અને તેમના આંદોલનનો વિજય થયો છે. ભાજપની તાનાશાહી અને આંદોલનમાં શહિદ થયેલા ખેડૂતોને આ વિજય શ્રદ્ધાંજલિ રૂપે અર્પિત છે. ભાજપના નેતાઓ અત્યાર સુધીમાં કૃષિ કાયદાઓના ફાયદાઓ જણાવતા હતાં. હવે તેઓ આ કાયદાઓ પરત લેવાના ફાયદાઓ ગણાવશે. બીજી તરફ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે, સંઘર્ષ અને સત્યની હંમેશા જીત થાય છે તો ગુજરાત કોંગ્રેસે પણ આને ખેડૂત અને ખેડૂત સંગઠનનો વિજય ગણાવ્યો હતો તો રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરી આને ખેડૂતોના સંઘર્ષનો વિજય ગણાવ્યો હતો આમ કેન્દ્રં સરકારના ફેંસલા સામે પીએમની જાહેરાત સામે અનેક પોસ્ટ થઇ રહી છે

Next Story