Connect Gujarat
દેશ

G-20 સમિટના ડિનરમાં સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે બાકાત, પૂર્વ પી.એમ મનમોહન સિંહને અપાયું આમંત્રણ...

દિલ્હીમાં G-20 સમિટ શરુ થવા માટે થોડા કલાકો જ બાકી છે ત્યારે G-20ના ડિનરમાં કેબિનેટ મંત્રી, વિદેશી પ્રતિનિધી સાંસદો અને મંત્રીઓ સહિત દેશના કેટલાક પૂર્વ સીનિયર નેતાઓ પણ સામેલ થશે.

G-20 સમિટના ડિનરમાં સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે બાકાત, પૂર્વ પી.એમ મનમોહન સિંહને અપાયું આમંત્રણ...
X

દિલ્હીમાં G-20 સમિટ શરુ થવા માટે થોડા કલાકો જ બાકી છે ત્યારે G-20ના ડિનરમાં કેબિનેટ મંત્રી, વિદેશી પ્રતિનિધી સાંસદો અને મંત્રીઓ સહિત દેશના કેટલાક પૂર્વ સીનિયર નેતાઓ પણ સામેલ થશે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આ ડિનર માટે આમંત્રણ મોકલવામાં આવ્યું નથી. આ સાથે સોનિયા ગાંધીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યુ નથી. આ પહેલા બુધવારે કોંગ્રેસના એક સુત્રએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત ડિનર માટે કેટલાક કેન્દ્રિય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે પણ ખડગેને આમંત્રણ મોકલવામાં આવ્યું નથી. તેમણે વધુમાં કહ્યું કે ડિનર માટે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. G-20 સમિટ આ વર્ષે ભારતની અધ્યક્ષતામાં આવતીકાલથી બે દિવસ સુધી દિલ્હીમાં આયોજન કરવામાં આવ્યું છે. G-20 સમિટના ડિનરના આમંત્રણ પત્ર પર પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું છે જેના પર રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. આ બાબતે મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર પર પ્રહાર કરતા એક કવિતા શેર કરી હતી. તેમણે લખ્યુ હતું કે મોદી સરકાર ગઠબંધન I.N.D.I.Aથી ડરી ગયા છે. ભારત અને INDIA બંને શબ્દો સંવિધાનના અટૂટ અંગ છે. આ સાથે જ મલ્લિકાર્જુન ખડગેએ એક કવિતા પણ શેર કરી હતી.

Next Story