Connect Gujarat
દેશ

કોરોનાના કેસમાં ભયાનક વધારો, દેશમાં પ્રતિદિન 1 લાખથી વધુ નવા કેસ નોંધાતા ચિંતાનો વિષય...

દેશમાં કોરોના સંક્રમણ દિવસે દિવસે ભયાનક રીતે વધી રહ્યું છે. પ્રતિદિન 1 લાખ કરતાં વધારે નવા કોરોના કેસ નોંધાઈ રહ્યા છે જે ચિંતાનો વિષય છે.

કોરોનાના કેસમાં ભયાનક વધારો, દેશમાં પ્રતિદિન 1 લાખથી વધુ નવા કેસ નોંધાતા ચિંતાનો વિષય...
X

દેશમાં કોરોના સંક્રમણ દિવસે દિવસે ભયાનક રીતે વધી રહ્યું છે. પ્રતિદિન 1 લાખ કરતાં વધારે નવા કોરોના કેસ નોંધાઈ રહ્યા છે જે ચિંતાનો વિષય છે. સંક્રમિતોની સંખ્યામાં એક જ સપ્તાહમાં 6 ગણો વધારો થયો છે. તેનું મુખ્ય કારણ ઓમિક્રોન વેરિયન્ટ હોવાનું માનવામાં આવે છે. ઓમિક્રોન હવે વેક્સિનને પણ મા'ત આપી રહ્યો છે. વધતા સંક્રમણ સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા એક સપ્તાહમાં દેશમાં કોરોના દર્દીઓના કેસ લોટમાં ઝડપથી વધારો થયો છે. તા. 9 જાન્યુઆરી પૂરા થયેલા સપ્તાહમાં કોવિડ-19ના 6,38,872 કેસ નોંધાયા હતા. આ કેસો તા. 27 ડિસેમ્બરથી તા. 2 જાન્યુઆરી વચ્ચે નોંધાયેલા 1,02,330 કેસ કરતાં 6 ગણા વધુ છે. એ જ રીતે, કોવિડના પેશન્ટની દૈનિક સંખ્યામાં 4 ગણો વધારો થયો છે. તા. 27 ડિસેમ્બરે દેશમાં 6531 દર્દીઓ મળી આવ્યા હતા, જ્યારે 2 જાન્યુઆરીએ આ સંખ્યા વધીને 27,553 થઈ ગઈ હતી. ભારતમાં 24 કલાકમાં 1,59,632 નવા કેસ નોંધાયા હતા તો સામે 40,863 દર્દીઓ સાજા થયા હતા. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 327 દર્દીઓના મોત થયા હતા. દિવસે દિવસે વધી રહેલા આ આંકડા ફરી ચિંતાનો વિષય બન્યા છે. છેલ્લા 24 કલાકમાં 1,59,632 કોરોના કેસ સામે આવ્યા બાદ દેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધીને 5,90,611 થઈ ગઈ છે. તો સામે છેલ્લા 24 કલાકમાં 327 મૃત્યુ નોંધાયા છે. ગત રવિવારે 1,59,632 કેસ નોંધાયા હતા, જે શનિવારે કરતા 13 ટકા વધુ છે. ભારતમાં આ સાથે ઓમિક્રોન કેસની સંખ્યા 3623 પહોંચી ગઈ છે. જેમાંથી 1409 દર્દી રિકવર થઈ ગયા છે. ઓમીક્રોનનાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1009 કેસ છે જ્યારે દિલ્હી બીજા ક્રમે 513 કેસ સાથે છે.

Next Story