Connect Gujarat
દેશ

સંસદમાં કાયદા પાછા ના ખેંચાય ત્યાં સુધી આંદોલન ખતમ નહીં થાય: રાકેશ ટિકૈત

સંયુક્ત કિસાન મોરચાએ ત્રણે કૃષિ કાયદા પાછા ખેંચવાના પીએમ મોદીના નિર્ણયનુ સ્વાગત કર્યુ છે.ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે

સંસદમાં કાયદા પાછા ના ખેંચાય ત્યાં સુધી આંદોલન ખતમ નહીં થાય: રાકેશ ટિકૈત
X

સંયુક્ત કિસાન મોરચાએ ત્રણે કૃષિ કાયદા પાછા ખેંચવાના પીએમ મોદીના નિર્ણયનુ સ્વાગત કર્યુ છે.ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, આંદોલન તાત્કાલિક પાછુ નહીં ખેંચાય.અમે એ દિવસની રાહ જોઈશું જ્યારે સંસદમાં નવા કાયદા રદ કરવામાં આવે.ત્યારબાદ આંદોલન સમાપ્ત થશે દરમિયાન ખેડૂત સંગઠને કહ્યુ છે કે, ખેડૂતોનુ આંદોલન માત્ર ત્રણ કાળા કાયદા પાછા ખેંચવા માટે નહોતુ પણ સાથે સાથે તમામ કૃષિ પેદાશો માટે એમએસપીની ગેરંટી આપવા માટે પણ હતુ.ખેડૂતોની મહત્વની માંગણી હજી બાકી છે.સંયુક્ત કિસાન મોરચા તમામ સ્થિતિ પર નજર રાખશે અને બહુ જલ્દી પોતાની બેઠક બોલાવીને આગળના નિર્ણયોની જાહેરાત કરશે.દરમિયાન રાકેશ ટિકેતે એમ પણ કહ્યુ છે કે, ખેડૂતો માટે હજી એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ પર કમિટી બનાવવાના મુદ્દે અને ખેડૂતો માટે વીજળી પૂરી પાડવા સહિતના મુદ્દાઓ પર વાતચીત થવાની બાકી છે.અને તમામ વાતચીત થયા બાદ આંદોલન પૂર્ણ થશે

Next Story