Connect Gujarat
દેશ

કોવિડ સામેના જંગમાં દેશની ઐતિહાસિક સિદ્ધિ, વેક્સીનેશનનો આંકડો 180 કરોડને પાર

ભારતમાં રસીકરણ અભિયાન નો આંકડો 181.56 કરોડ ડોઝને વટાવી ગયો છે. ભારતે આ ઐતિહાસિક સિદ્ધિ માત્ર 14 મહિનામાં હાંસલ કરી છે.

કોવિડ સામેના જંગમાં દેશની ઐતિહાસિક સિદ્ધિ, વેક્સીનેશનનો આંકડો 180 કરોડને પાર
X

ભારતમાં રસીકરણ અભિયાન નો આંકડો 181.56 કરોડ ડોઝને વટાવી ગયો છે. ભારતે આ ઐતિહાસિક સિદ્ધિ માત્ર 14 મહિનામાં હાંસલ કરી છે. વિશ્વના કોઈ પણ દેશમાં આટલી ઝડપથી રસીકરણ અભિયાન હાથ ધરવામાં નથી આવ્યું. આ સિદ્ધિ પર દેશના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, દેશમાં દરેકના પ્રયાસોની શક્તિનું સાર્થક પરિણામ છે કે, આપણે આ સફળતા મેળવી શક્યાં. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, લોકોની ભાગીદારી ની ભાવનાથી પ્રેરિત ભારતીય રસીકરણ યાત્રા અસાધારણ રહી અને તે 'સબકા પ્રયાસ'નું સાર્થક ઉદાહરણ છે.

મનસુખ માંડવિયાએ એક ચાર્ટ રજૂ કરતાં જણાવ્યું કે, કેવી રીતે ભારતે જનભાગીદારી સાથે આટલું વિશાળ રસીકરણ અભિયાન હાથ ધર્યું છે. વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ભારતમાં 16 જાન્યુઆરી 2021 ના રોજ શરૂ થયું હતું. ભારતને 25 કરોડ કોવિડ 19 રસી નો ડોઝ સુધી પહોંચવામાં 145 દિવસ લાગ્યા પરંતુ ત્યાર બાદ તેણે જે ગતિ પકડી તે તો અટકવાનું નામ નથી લઇ રહી. 9 જૂન 2021 સુધીમાં ભારતમાં 25 કરોડ ડોઝ આપવામાં આવ્યું હતાં. બીજી તરફ, 4 ઓગસ્ટ 2021 સુધી ભારતમાં કુલ 25 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા.

એટલે કે, જ્યાં ભારતને 25 કરોડ સુધી પહોંચવામાં 145 દિવસ લાગ્યા ત્યાં 25થી 50 કરોડ સુધી પહોંચવામાં માત્ર 56 દિવસ લાગ્યા.શરૂઆતમાં, દરેકની માટે રસી ન હતી પરંતુ ત્યાર બાદ 21 જૂન, 2021 નાં રોજ COVID-19 રસીકરણ અભિયાન નો નવો તબક્કો શરૂ થયો. જેમાં બધાની માટે વેક્સિનની માત્રા સુનિશ્ચિત કરવામાં આવી. ભારતે 7 સપ્ટેમ્બર, 2021 નાં રોજ રસીકરણના 75 કરોડ ડોઝને પાર કર્યો અને 21 ઓક્ટોબર, 2021 નાં રોજ 100 કરોડ રસીકરણની મોટી ઉપલબ્ધિ હાંસલ કરી લીધી હતી. એટલે કે 50 થી 75 કરોડ સુધી પહોંચવામાં માત્ર 34 દિવસ અને 75 થી 100 કરોડના ઐતિહાસિક લક્ષ્યાંક સુધી પહોંચવામાં 44 દિવસનો સમય લાગ્યો હતો. ભારતમાં અત્યાર સુધીમાં 181.56 કરોડ ડોઝ આપવામાં આવ્યાં છે.

Next Story