Connect Gujarat
દેશ

દેશમાં આજે કોરોનાના 14146 કેસ નોંધાયા,144 લોકોના મોત

દેશમાં કોરોના સંક્રમણનાં આજનાં નવા કેસ 14146 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 144 લોકોના મોત નીપજ્યા છે

દેશમાં આજે કોરોનાના 14146 કેસ નોંધાયા,144 લોકોના મોત
X

દેશમાં કોરોના સંક્રમણનાં આજનાં નવા કેસ 14146 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 144 લોકોના મોત નીપજ્યા છે. આ સાથે 19,788 લોકો સ્વસ્થ થયા છે. આ નવા આંકડા બાદ દેશમાં કોરોના સંક્રમણનાં કુલ કેસ 3,40,67,719 થયા છે. જેમાં 1,95,846 એક્ટિવ કેસ છે. 3,34,19,749 લોકો સ્વસ્થ થયા છે. આ સાથે કુલ 4,52,124 મૃત્યુઆંક છે. દેશમાં અત્યાર સુધી રસીના 97,65,89,540 ડોઝ અપાયા છે. ગુજરાતમાં શનિવારે કોરોના વાયરસના નવા 22 કેસ નોંધાયા છે. જેની સામે 21 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,086 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.75 ટકા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2,96,273 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 6,67,17,912 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે.

Next Story
Share it