Connect Gujarat
દેશ

ટિકટોક સ્ટાર અને બીજેપી નેતા સોનાલી ફોગાટનું ગોવામાં હાર્ટ એટેકથી થયું નિધન

ટિકટોક સ્ટાર અને બીજેપી નેતા સોનાલી ફોગાટનું ગોવામાં હાર્ટ એટેકથી નિધન થયું

ટિકટોક સ્ટાર અને બીજેપી નેતા સોનાલી ફોગાટનું ગોવામાં હાર્ટ એટેકથી થયું નિધન
X

ટિકટોક સ્ટાર અને બીજેપી નેતા સોનાલી ફોગાટનું ગોવામાં હાર્ટ એટેકથી નિધન થયું છે. ભાજપે તેમને હિસાર જિલ્લાની આદમપુર વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા, જોકે તેઓ ચૂંટણી હારી ગયા હતા. સોનાલીની સામે 2019ની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા કુલદીપ બિશ્નોઈ ઉમેદવાર હતા. બીજેપીના હરિયાણા યુનિટે પણ તેમને મહિલા મોરચાના રાજ્ય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા.

સોનાલીએ નાના પડદાની ઘણી સિરિયલોમાં કામ કર્યું છે. સોનાલી ફોગાટે સોમવારે રાત્રે જ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તમને જણાવી દઈએ કે ટિકટોક સહિત ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેમસ થયેલી સોનાલીએ રિયાલિટી શો બિગ બોસની 14મી એડિશનમાં ભાગ લીધો હતો.

Next Story