Connect Gujarat
દેશ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે સહકારી પ્રધાનોની અધ્યક્ષતા કરશે, વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં રાજ્યના સહકારી મંત્રીઓની બે દિવસીય પરિષદની અધ્યક્ષતા કરશે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે સહકારી પ્રધાનોની અધ્યક્ષતા કરશે, વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા
X

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં રાજ્યના સહકારી મંત્રીઓની બે દિવસીય પરિષદની અધ્યક્ષતા કરશે. આ સંમેલનમાં સહકાર રાજ્ય મંત્રી બી.એલ.વર્મા, અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ, સહકારી રજીસ્ટ્રાર સહિત દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. કોન્ફરન્સમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સહકારી નીતિનો ડ્રાફ્ટ તૈયાર કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ડ્રાફ્ટ તૈયાર કરવા માટે રાષ્ટ્રીય સ્તરની સમિતિની રચના કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર, સમિતિમાં 47 સભ્યો હશે, જેનું નેતૃત્વ પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ કરશે. આ સમિતિમાં સહકારી ક્ષેત્રના નિષ્ણાતો, રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ, સહકારી સચિવો અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સહકારી સંસ્થાઓના રજિસ્ટ્રારનો સમાવેશ થશે.

થોડા દિવસો પહેલા અમિત શાહે આ અંગે જાહેરાત કરતા કહ્યું હતું કે આ નવી નીતિથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સહકારી સંસ્થાઓ દ્વારા સમૃદ્ધિના સપના સાકાર થશે. નોંધનીય છે કે ગયા વર્ષે જુલાઈમાં મોદી સરકારે સહકારી મંત્રાલયને કૃષિ મંત્રાલયથી અલગ કરી દીધું હતું. દેશમાં લગભગ 5 લાખ સહકારી મંડળીઓ સુચારૂ રીતે કાર્યરત છે. તેનાથી કરોડો લોકોને રોજગારી મળી રહી છે.

Next Story