Connect Gujarat
દેશ

જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રિય કાયદા મંત્રી કિરન રિજિજૂની કારને ટ્રકે મારી ટક્કર, થયો આબાદ બચાવ

જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રિય કાયદા મંત્રી કિરન રિજિજૂની કારને ટ્રકે મારી ટક્કર, થયો આબાદ બચાવ
X

કેન્દ્રિય કાયદા મંત્રી કિરન રિજિજૂનો આબાદ બચાવ થયો હતો. એક રિપોર્ટ અનુસાર, જમ્મુ-કાશ્મીરમાં કિરન રિજિજૂની કારને ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી અને કિરન રિજિજૂ સંપૂર્ણપણે સ્વસ્થ છે.

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર એક ટ્રકે કેન્દ્રિય મંત્રી કિરન રિજિજૂની કારને ટક્કર મારી હતી. વાસ્તવમાં રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર જ્યારે કેન્દ્રીય મંત્રી કિરન રિજિજૂનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. દરમિયાન ત્યાંથી પસાર થતી એક ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી. જે બાદ સ્થળ પર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. સુરક્ષાકર્મીઓએ કેન્દ્રીય મંત્રીને કારમાંથી બહાર કાઢ્યા અને અન્ય વાહનમાં બેસાડ્યા હતા.

Next Story