Connect Gujarat
દેશ

યુપીના રાજકારણની સૌથી પ્રચલિત નોઈડા વાળી માન્યતા તૂટી, જાણો વધુ

યુપીના રાજકારણની સૌથી પ્રચલિત નોઈડા વાળી માન્યતા તૂટી, જાણો વધુ
X

ઉત્તરપ્રદેશ વિધાનસભા 2022ની ચૂંટણીના પરિણામોમાં બીજેપીની સરકાર બનતી જોવા મળી રહી છે. શરુઆતી રુઝાનોમાં બીજેપીએ બહુમતીનો જાદુઇ આંકડો પાર કરી લીધો છે. આ તરફ કાંટેની ટક્કર આપનાર સપા હજી 3 આકંડા સુધી પણ પહોંચી શક્યુ નથી. ચૂંટણીના આ શરુઆતી પરિણામો જ જણાવી રહ્યા છે કે યોગી આદિત્યનાથ સામે નોઇડા વાળી માન્યતા પણ તૂટતી જણાઇ.

એવુ માનવામાં આવે છે કે જે પણ સીએમ નોઇડા આવે છે તેઓનો ખુરશી મળતી નથી એટલે કે સત્તા મળતી નથી. એક ખાનગી ચેનલના ઇન્ટરવ્યુમાં સીએમ યોગી આદિત્યનાથે આ માન્યતાને તોડવાની વાત કહી હતી. તેમણે જણાવ્યું કે જે યુપીમાં 1985થી ચાલી આવે છે તેને હું તોડીને જ રહીશ અને ફરીથી કમબેક કરીશ. મહત્વનું છે કે છેલ્લા 37 વર્ષથી ઉત્તર પ્રદેશમાં કોઈ નેતા સતત બે ટર્મ સુધી સીએમ પદ સંભાળી શક્યા નથી.

ત્રણ દાયકાથી રાજકારણના સૌથી મોટા રાજ્યમાં અન્ય એક માન્યતા રહી છે. એટલે કે જે પણ સીએમ નોઈડામાં આવે છે તેની ખુરશી જતી રહે છે. તે ફરી સત્તા ની સીટ પર બેસી શકતા આવી માન્યતા યુપીમાં 1988 થી યથાવત છે. ત્યારે તત્કાલીન સીએમ વીર બહાદુર સિંહ પ્રથમ વખત નોઈડા આવ્યા હતા અને આગામી ચૂંટણી હારી ગયા હતા. તેમના પછી, નારાયણ દત્ત તિવારી સીએમ બન્યા અને 1989 માં નોઈડાના સેક્ટર 12 માં નહેરુ પાર્ક નું ઉદ્ઘાટન કર્યું.

થોડીવાર પછી તિવારીની ખુરશી જતી રહી હતી.આ માન્યતા મંત્રીઓમાં એવો ડર પેદા કર્યો હતો કે તેઓ નોઇડા જતા પહેલા વિચાર કરતા. વર્ષ 2000માં એક ઘટના બની હતી જે આ વાતની પુષ્ટિ કરે છે. વાત એમ હતી કે તે સમયે રાજનાથ સિંહ યુપીના સીએમ હતા. તેઓ ડીડી ફ્લાયઓવર નું ઉદ્ઘાટન કરવા માંગતા હતા, પરંતુ નોઈડા આવવા માંગતા ન હતા. તેમણે નોઈડાને બદલે દિલ્હીથી ઉદ્ઘાટન કર્યું હતું. જો કે તેઓ નોઈડા આવ્યા ન હતા, પછી તેમની ખુરશી રહી ન હતી.

વર્ષ 2011માં માયાવતીએ નોઈડા આવવાની હિંમત કરી અને 2012ની ચૂંટણીમાં તેઓ હારી ગયા. તે જ સમયે, સીએમ બન્યા પછી, યોગી આદિત્યનાથ પણ થોડો સમય નોઇડાથી દૂર રહ્યા હતા, પરંતુ તેઓ કાલકાજી મેટ્રો લાઇનના ઉદ્ઘાટન પ્રસંગે નોઇડા આવ્યા હતા. જે બદલ પીએમ નરેન્દ્ર મોદીએ પણ આ માટે સીએમ યોગીના વખાણ કર્યા હતા.

Next Story