Connect Gujarat
દેશ

ઉત્તરપ્રદેશ : આગામી ચૂંટણીમાં મતદાન માટે દિવ્યાંગો અને વડીલોને ઘરેથી જ મતદાન કરવાની છૂટ...

ઈલેક્સન કમિશન દ્વારા મહત્વની પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી. જેમાં ચૂંટણીને લઈને મહત્વની જાહેરાત કરવાનો મુદ્દો હતો.

ઉત્તરપ્રદેશ : આગામી ચૂંટણીમાં મતદાન માટે દિવ્યાંગો અને વડીલોને ઘરેથી જ મતદાન કરવાની છૂટ...
X

ઈલેક્સન કમિશન દ્વારા મહત્વની પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી. જેમાં ચૂંટણીને લઈને મહત્વની જાહેરાત કરવાનો મુદ્દો હતો. આવતા વર્ષે થનાર વિધાનસભા ચૂંટણી વિષે વાત કરવામાં આવી હતી. ઇલેક્શન કમિશન દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ઉત્તર પ્રદેશના તમામ પક્ષોએ તેઓને સમયાનુસાર ચૂંટણી યોજવા માટે વિનંતી કરી છે. એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે. તો, બીજી તરફ ઓમિક્રોનનો ખતરો વધી રહ્યો છે. એવામાં ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં ચૂંટણી યોજવી કપરો નિણર્ય કહેવાય. પણ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે, ઉત્તરપ્રદેશમાં ચૂંટણી તો આવતા વર્ષે જ થશે. ચૂંટણી થોડા સમય માટે રદ કરવામાં નહીં આવે.

ચૂંટણી પંચે કહ્યું કે, મતદાર નોંધણીનો કાર્યક્રમ પણ ચાલી રહ્યો છે. ઘણી મહેનત બાદ તે તૈયાર થશે અને 5 જાન્યુઆરી અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. અત્યાર સુધીમાં 15 કરોડથી વધુ મતદારો નોંધાયેલા છે. જેમાં 23.9 લાખ પુરૂષ અને 28.8 લાખ મહિલા મતદારો છે. 52.8 લાખ નવા મતદારો ઉમેરાયા છે. તેમાંથી 19.89 લાખ યુવા મતદારો એટલે કે, તેમની ઉંમર 18-19 વર્ષની છે. વર્ષ 2017માં લિંગ ગુણોત્તર 839 હતો એટલે કે, 1000 પુરૂષો પર 839 મહિલા મતદારો હતા. આ વખતે તે વધીને 868 થયો છે. હાલમાં ઉત્તર પ્રદેશમાં 10 લાખ 64 હજાર 267 દિવ્યાંગ મતદારો છે. આ વખતે ઓછામાં ઓછા 800 મહિલા મતદાન મથકો બનાવવામાં આવશે, જ્યાં માત્ર મહિલા મતદાન અધિકારી હશે. EPIC કાર્ડ સિવાય મતદાર અન્ય 11 દસ્તાવેજો બતાવીને પોતાનો મત આપી શકે છે. જેમાં પાન કાર્ડ, આધાર કાર્ડ, મનરેગા કાર્ડ જેવા દસ્તાવેજોનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચે દિવ્યાંગો અને 80 વર્ષથી વધુ ઉંમરના વડીલોને મતદાન માટે ઘરેથી જ મતદાન કરવાની છૂટ આપી હતી. આ ઉપરાંત 400 મોડલ પોલિંગ બુથ અને દરેક બુથ પર EVM રાખવામાં અવશે, તેવી જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી.

Next Story