Connect Gujarat
દેશ

ઉત્તરપ્રદેશ: યમુના એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત, ત્રણ પોલીસકર્મીઓ સહિત 4 નાં મોત

મથુરા જિલ્લામાં યમુના એક્સપ્રેસ વે પર એક અપહ્યત બાળકીને બચાવવા જઈ રહેલી પોલીસની ટીમનો એક્સિડેન્ટ થયો હતો

ઉત્તરપ્રદેશ: યમુના એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત, ત્રણ પોલીસકર્મીઓ સહિત 4 નાં મોત
X

મથુરા જિલ્લામાં યમુના એક્સપ્રેસ વે પર એક અપહ્યત બાળકીને બચાવવા જઈ રહેલી પોલીસની ટીમનો એક્સિડેન્ટ થયો હતો જેના કારણે 3 પોલીસકર્મી સહિત 4 લોકોના મોત થયા હતા. શુક્રવારે મથુરા જિલ્લામાં યમુના એક્સપ્રેસ વે પર એક દર્દનાક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મધ્યપ્રદેશના ત્રણ પોલીસકર્મીઓ સહિત ચાર લોકોના મોત થયા હતા. યમુના એક્સપ્રેસ વેના માઇલસ્ટોન 80 (સૂરીર) પર પુલ સાથે અથડાઈને બેકાબૂ બનેલી બોલેરો બે ભાગમાં વહેંચાઈ ગઈ. મુખ્ય કોન્સ્ટેબલ ભવાની પ્રસાદ, મહિલા કોન્સ્ટેબલ હીરા દેવી, ડ્રાઈવર જગદીશ, પોલીસ મિત્ર રવિ કુમાર માર્યા ગયા, જ્યારે કોન્સ્ટેબલ કમલેન્દ્ર યાદવ, મુખ્ય કોન્સ્ટેબલ રતિરામ, ધર્મેન્દ્ર કુમાર અને પ્રીતિ ઘાયલ થયા. મધ્યપ્રદેશના ટીકમગઢના ભુડેરા પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ અપહરણ કરાયેલી એક બાળકીને પરત મેળવવા હરિયાણાના બહાદુરગઢ જઈ રહી હતી.

સૂચના પર પહોંચેલી સુરીર પોલીસે મૃતદેહોનો તાગ મેળવીને અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા. શુક્રવારે સવારે લગભગ 5 વાગ્યે થયેલા માર્ગ અકસ્માતને કારણે એક્સપ્રેસ વેની એક લાઈન બંધ થઈ ગઈ હતી. આ અકસ્માત આગરાથી નોઈડા જતા માર્ગમાં થયો હતો.

Next Story