Connect Gujarat
દેશ

ઉત્તરાખંડ: યાત્રા શરૂ થતા પહેલા કેદારનાથમાં બની મોટી દુર્ઘટના, હેલિકોપ્ટરના પંખાને કારણે એક યુવકનું મોત

ક્રિસ્ટલ એવિએશન કંપનીના હેલિકોપ્ટર સાથે થયેલા અકસ્માતની ઝીણવટભરી તપાસ બાદ જ હકીકત બહાર આવશે

ઉત્તરાખંડ: યાત્રા શરૂ થતા પહેલા કેદારનાથમાં બની મોટી દુર્ઘટના, હેલિકોપ્ટરના પંખાને કારણે એક યુવકનું મોત
X

સૂત્રોના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટરના લેન્ડિંગ દરમિયાન જ્યારે અમિત સૈની હેલિકોપ્ટરની નજીક જઈ રહ્યા હતા ત્યારે ટેલ રોટર (પાછળના પંખા)ની પકડને કારણે તેમની ગરદન કપાઈ ગઈ હતી અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. કેદારનાથ યાત્રા શરૂ થતા પહેલા જ ઉત્તરાખંડમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રવિવારે બપોરે હેલિકોપ્ટરના પંખાની ઝપેટમાં આવી જતાં એક યુવકનું મોત થયું હતું. મૃતકનું નામ અમિત સૈની જણાવવામાં આવી રહ્યું છે.

સૈની ઉત્તરાખંડ સિવિલ એવિએશનના નાણાકીય નિયંત્રક હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટરના લેન્ડિંગ દરમિયાન જ્યારે અમિત સૈની હેલિકોપ્ટરની નજીક જઈ રહ્યા હતા, ત્યારે ટેલ રોટર (પાછળના પંખા)ની પકડને કારણે તેમની ગરદન કપાઈ ગઈ હતી અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર હેલિપેડ પર દુર્ઘટના સમયે ઉત્તરાખંડ સિવિલ એવિએશનના CEO પણ હાજર હતા. આ અંગે વિગતવાર માહિતી મેળવવામાં આવી રહી છે. ક્રિસ્ટલ એવિએશન કંપનીના હેલિકોપ્ટર સાથે થયેલા અકસ્માતની ઝીણવટભરી તપાસ બાદ જ હકીકત બહાર આવશે. સૂત્રોનું કહેવું છે કે હેલિકોપ્ટરના બ્લેડ ઉતર્યા બાદ બંધ થયુ ન હતુ અને હેલિકોપ્ટરની બ્લેડ વાગવાથી સૈનીનું મૃત્યુ થયું હતું. આને હેલી કંપનીની મોટી ભૂલ માનવામાં આવે છે. થોડા વર્ષો પહેલા હેલી સર્વિસના એક કર્મચારીનું પણ આવી જ બ્લેડ વાગવાથી મોત થયું હતું

Next Story