Connect Gujarat
દેશ

ઉત્તરાખંડ: દેહરાદૂન પાસે વિકાસનગરમાં ખીણમાં બસ ખાબકી; ઘટનામાં 14 લોકોનાં મોત

અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. તેમજ કેટલાક અન્ય લોકો ઘાયલ થયા છે. કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

ઉત્તરાખંડ: દેહરાદૂન પાસે વિકાસનગરમાં ખીણમાં બસ ખાબકી; ઘટનામાં 14 લોકોનાં મોત
X

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. દેહરાદૂન પાસે વિકાસનગરમાં બસ ખીણમાં ખાબકી છે. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. તેમજ કેટલાક અન્ય લોકો ઘાયલ થયા છે. કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. રિપોર્ટ અનુસાર બસમાં સવાર તમામ લોકો એક જ ગામના રહેવાસી હતા. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ 13 લોકોના મૃતદેહ ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જો કે ઇજાગ્રસ્તોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. તેને ધ્યાનમાં લેતા હજી મૃત્યુઆંકમાં વધારો થઇ શકે છે. આ સિવાય આ અકસ્માતમાં પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત બાદ ચકરાતા એસડીએમ, પોલીસ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ખીણમાંથી લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. તમામ મૃતકો એક જ ગામના રહેવાસી હતા. બીજી તરફ માર્ગ અકસ્માતની માહિતી મળતાં જ વિપક્ષના નેતા પ્રીતમ સિંહ પણ ઘટનાસ્થળે જવા રવાના થઈ ગયા છે.

અકસ્માતન બાબતે નજીકના ગામમાં સમાચાર મળતા જ ગ્રામજનોએ ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને બસમાંથી બહાર કાઢવાના પ્રયાસ હાથ ધર્યા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે જણાવ્યુ હતું કે, બસ ઓવરલોડ હોવાને કારણે આ અકસ્માત પાછળનું કારણ હોઇ શકે છે. મીની બસ હતી જેમાં 25 લોકો સવાર હતા. કહેવામા આવી રહ્યું છે કે જે રૂટ પરથી બસ જઇ રહી હતી, તે રૂટ પર વધુ બસ ન હોવાને કારણે એક જ બસમાં 25 જેટલા લોકો સવાર થઈ રહ્યા હતા. હાલમાં નજીકના ગામના લોકો દ્વારા રેસ્ક્યૂ કરવાનું કામ ચાલી રહ્યું છે.

Next Story