Connect Gujarat
દેશ

રાજ્યસભાની આઠ બેઠકો પર આજે મતદાન, પંજાબમાંથી AAPના પાંચ ઉમેદવારોની પસંદગી

રાજ્યસભાની આઠ બેઠકો પર આજે ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી આસામ, કેરળ, હિમાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને ત્રિપુરાની આઠ સીટો પર યોજાશે.

રાજ્યસભાની આઠ બેઠકો પર આજે મતદાન, પંજાબમાંથી AAPના પાંચ ઉમેદવારોની પસંદગી
X

રાજ્યસભાની આઠ બેઠકો પર આજે ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી આસામ, કેરળ, હિમાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને ત્રિપુરાની આઠ સીટો પર યોજાશે. આસામમાંથી બે ઉમેદવારો, કેરળમાંથી ત્રણ ઉમેદવારો અને હિમાચલ પ્રદેશ, નાગાલેન્ડ, ત્રિપુરામાંથી એક-એક ઉમેદવાર ચૂંટાવાના છે.

ત્રણ અઠવાડિયા પહેલા ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા અને પંજાબમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, જ્યાં ભાજપે ચાર રાજ્યો અને આમ આદમી પાર્ટીએ એક રાજ્યમાં જીત મેળવી હતી. રાજ્યસભામાં 13 સાંસદોનો કાર્યકાળ આવતા મહિને પુરો થઈ રહ્યો છે. તેમાંથી પંજાબના પાંચ સાંસદોનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. પરંતુ ગયા અઠવાડિયે, પંજાબમાંથી રાજ્યસભાની ચૂંટણી માટે તમામ પાંચ આમ આદમી પાર્ટી (AAP) ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. AAPએ 31 માર્ચે યોજાનારી ચૂંટણી માટે ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહ, પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા, લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના સ્થાપક અશોક મિત્તલ, IIT દિલ્હીના પ્રોફેસર સંદીપ પાઠક અને ઉદ્યોગપતિ સંજીવ અરોરાને નામાંકિત કર્યા હતા.

અન્ય કોઈ રાજકીય પક્ષે પંજાબમાંથી રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવાર ઊભો રાખ્યો ન હતો.પંજાબના રાજ્યસભાના પાંચ સભ્યો સુખદેવ સિંહ ઢિંડસા (SAD), નરેશ ગુજરાલ (SAD), પ્રતાપ સિંહ બાજવા (કોંગ્રેસ), શમશેર સિંહ દુલ્લો (કોંગ્રેસ) અને શ્વેત મલિક (BJP)નો કાર્યકાળ 9 એપ્રિલે સમાપ્ત થઈ રહ્યો છે. હરભજન સિંહ ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ સ્પિનર છે. જલંધરના રહેવાસી હરભજન સિંહે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની કેપ્ટનશિપ પણ કરી છે.

Next Story