Connect Gujarat
દેશ

ક્યાં થઈ પરિણીતી-રાઘવની પહેલી મુલાકાત..? ટૂંક સમયમાં સગાઈની તારીખ થઇ શકે છે જાહેર

રાઘવ ચઢ્ઢા આજકાલ તેમના સંબંધોને કારણે ચર્ચામાં છે. હાલમાં જ એક્ટર અને સિંગર હાર્ડી સંધુએ પણ આ સમાચારની પુષ્ટિ કરી છે.

ક્યાં થઈ પરિણીતી-રાઘવની પહેલી મુલાકાત..? ટૂંક સમયમાં સગાઈની તારીખ થઇ શકે છે જાહેર
X

એકટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા આજકાલ તેમના સંબંધોને કારણે ચર્ચામાં છે. હાલમાં જ એક્ટર અને સિંગર હાર્ડી સંધુએ પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. આ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે, પરિણીતી ચોપરા અને રાઘવ કૉલેજના દિવસોમાં નહીં પરંતુ શૂટિંગ દરમિયાન મળ્યાં હતાં અને આ કપલના સંબંધોને 6 મહિના થઈ ગયા છે. એક રિપોર્ટ અનુસાર, એક સૂત્રએ જણાવ્યું હતું કે, પરિણીતી પહેલીવાર પંજાબમાં રાઘવને મળી હતી. તે દિવસોમાં પરિણીતી ત્યાં ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. જો કે આ રિલેશનશિપ કેટલા સમયથી છે તે હજુ સુધી કન્ફર્મ થયું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને લગભગ 6 મહિનાથી સાથે છે. આ સાથે જ વાત લગ્ન સુધી પહોંચી ગઈ છે.

Next Story