યૂટ્યૂબર એલ્વિશ યાદવ ફરી વિવાદમાં, આ તસ્વીરના લીધે પોલીસને ફરિયાદ

જાણીતા યુટ્યુબર એલ્વિશ યાદવ ફરી એકવાર વિવાદોમાં ફસાયો છે. માર્ચ મહિનો તેના માટે મુશ્કેલ હતો, પરંતુ હવે એક નવો વિવાદ તેને ફરીથી હેડલાઇન્સમાં લઈ આવ્યો છે.

New Update
elvish-yadav

જાણીતા યુટ્યુબર એલ્વિશ યાદવ ફરી એકવાર વિવાદોમાં ફસાયો છે. માર્ચ મહિનો તેના માટે મુશ્કેલ હતો, પરંતુ હવે એક નવો વિવાદ તેને ફરીથી હેડલાઇન્સમાં લઈ આવ્યો છે. અગાઉ સાપની તસ્કરીના કેસમાં પકડાયા બાદ હવે તેની સામે વિશ્વનાથ મંદિર પરિસરમાં ફોટા પડાવવાને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

વારાણસીની મુલાકાતે નીકળેલા એલ્વિશે બાબા કાશી વિશ્વનાથના દર્શન કર્યા. પરંતુ આ દરમિયાન તેણે સ્વર્ણ શિખર પાસે તેનો ફોટો ક્લિક કરાવીને નવો વિવાદ સર્જ્યો હતો. બાબા કાશી વિશ્વનાથના સુવર્ણ શિખર સાથે તેમની તસવીર વાયરલ થતા જ કેટલાક લોકો નારાજ થઈ ગયા હતા.કારણ કે આ વિસ્તાર પ્રતિબંધિત રેડ ઝોન વિસ્તાર છે અને ત્યાં ફોટોગ્રાફી પર શખ્ત પ્રતિબંધિત છે. વકીલોએ એલ્વિશની આ કાર્યવાહી સામે વારાણસી જિલ્લા મુખ્યાલય સ્થિત જોઈન્ટ પોલીસ કમિશનર હેડક્વાર્ટર અને ક્રાઈમ ઓફિસમાં ફરિયાદ કરી હતી.

Latest Stories