Connect Gujarat
Featured

IPL2020 : પહેલા મેચ ટાઈ પછી સુપર ઓવર પણ ટાઈ, એક જ દિવસમાં 3 ટાઈથી સર્જાયો ઇતિહાસ

IPL2020 : પહેલા મેચ ટાઈ પછી સુપર ઓવર પણ ટાઈ, એક જ દિવસમાં 3 ટાઈથી સર્જાયો ઇતિહાસ
X

ગઇકાલનો સન્ડે સુપર સન્ડે અને ફનડે બન્યો હતો. દુબઈમાં યોજાય રહેલ આઇપીએલ દિવસેને દિવસે વધુ રોમાંચિત થઈ રહી છે. 18 ઓક્ટોબરના રોજ IPL 13 સિઝનની બે મેચો રમાઈ હતી. જે બંને રોમાંચક બની હતી. જાણો કેવી રીતે..

પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. કોલકાતાએ પ્રથમ બેટિંગમાં 163 રન કર્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદે 164 રનના લક્ષ્યાંકનો પીછો કરતા 20 ઓવરમાં 163/6 રન બનાવ્યા અને મેચ ટાઇ થઇ ગઇ. સુપર ઓવરમાં કોલકાતાને જીત માટે ત્રણ રનનો ટારગેટ મળ્યો હતો, જેને કેપ્ટન ઇયોન મૉર્ગન અને દિનેશ કાર્તિકની જોડીએ સરળતાથી મેળવી લીધો.

જોકે, સુપર ઓવરમાં કોલકાતાના ઝડપી બોલર લોકી ફર્ગ્યૂસન ગેમ ચેન્જર સાબિત થયો હતો. આ સીઝનની પહેલી મેચ રમી રહેલા ફર્ગ્યૂસને સુપર ઓવરમાં હૈદરાબાદને 2 જ રન બનાવવા દીધા અને ડેવિડ વૉર્નર અને અબ્દુલ સમદને ક્લીન બોલ્ડ કર્યા હતા. કોલકાતાએ સુપર ઓવરમાં 3 રનનો લક્ષ્યાંક બે બોલ બાકી રહેતા પૂર્ણ કરી લીધો હતો. અને રોમાંચક મેચમાં જીત મેળવી હતી.

કોલકાતા નાઇટ રાઇડર્સની વર્તમાન સીઝનમાં આ પાંચમી જીત થઈ છે. 9 મેચમાં 10 પોઇન્ટ સાથે તે ચોથા સ્થાને યથાવત્ છે. કોલકાતાએ હૈદરાબાદને પ્રથમ મુકાબલામાં પણ હરાવ્યું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદની સીઝનમાં આ છઠ્ઠી હાર થઈ છે. 9 મેચોમાં 6 પોઇન્ટ સાથે તે પાંચમા સ્થાને બની રહી છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગના સુપરસંડેમાં પહેલો મુકાબલો નાઇટ રાઇડર્સ અને સનરાઇજર્સ હૈદરાબાદ વચ્ચે રમાયો હતો. જ્યારે બીજો મુકાબલો રેકોર્ડ સર્જનારો રહ્યો. મુંબઈ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની મેચમાં સુપરની પણ સુપર ઓવર થઇ હતી. રવિવારની બીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મુકાબલો હતો. મુંબઇ ઇન્ડિયન્સે પ્રથમ દાવ રમતા 6 વિકેટ પર 176 રન બનાવ્યા. જેના જવાબમાં પંજાબે પણ 6 વિકેટ પર 176 રન બનાવ્યા હતા અને મેચ ટાઇ થઈ ગઈ હતી. ત્યાર બાદ સુપર ઓવરમાં પંજાબે બેટિંગ કરતાં માત્ર પાંચ રન બનાવ્યા હતા. જસપ્રીત બૂમરાહની બોલિંગથી પંજાબના બેટ્સમેન પરાસ્ત થયા હતા. માત્ર પાંચ રન સુપર ઓવરમાં બનાવી શક્ય હતા. સુપર ઓવરમાં જીત માટે જ્યારે મુંબઈને 6 રન બનાવવાના હતા ત્યારે રોહિત શર્મા અને ડીકોક રન ચેઝિંગ માટે ઉતાર્યા હતા પરંતુ મોહમ્મદ શમી સામે બંને ઘૂંટણીયે પડી ગયા હતા. મોહમ્મદ શમીએ સુપર ઓવરમાં 6 રન ન કરવા દીધા. જવાબમાં મુંબઈએ 5 રન કરતાં સુપર ઓવર પણ ટાઈ થઈ હતી. સુપર ઓવર ટાઈ થતાં સુપરની પણ સુપર ઓવર રમાઈ હતી. હવે વાળો હતો પહેલી બેટિંગનો મુંબઈનો, મેચની બીજી સુપર ઓવરમાં મુંબઇએ 11 રન બનાવ્યા. જેના જવાબમાં પંજાબે ક્રિસ કેલના છગ્ગા અને દીપક હુડ્ડાના ટ્રેન્ટ બોલ્ટને લગાવેલ બે ચોગ્ગાના દમ પર મેચ પોતાના નામે કરી લીધી હતી.

રવિવારના રોજ રમાયેલ આઇપીએલની બંને મેચ ટાઈ થઈ હતી. કોલકાતા અને હૈદરાબાદ વચ્ચેની મેચ ટાઈ થયાં બાદ મુંબઈ અને પંજાબ વચ્ચેની મેચ પણ ટાઈ થઈ હતી. કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને સુપર ઓવરમાં માત આપી હતી. જ્યારે પંજાબે મુંબઈને પરાસ્ત કર્યું હતું, આમ ઇતિહાસમાં અનોખો રેકોર્ડ સર્જાયો હતો. જેમાં એક જ દિવસમાં ત્રણ સુપર ઓવર રમાઇ હતી.

Next Story