મોંઘવારી મુદ્દે જામનગર કોંગ્રેસ દ્વારા અપાયો આશ્ચર્યજનક કાર્યક્રમ

New Update
મોંઘવારી મુદ્દે જામનગર કોંગ્રેસ દ્વારા અપાયો આશ્ચર્યજનક કાર્યક્રમ

દિવસેને દિવસે સતત વધતી જતી મોંઘવારીને લઈને જામનગર કોંગ્રેસ દ્વારા આજે આશ્ચર્યજનક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં મોંઘી બનેલ ચીજ વસ્તુઓને હાર પહેરાવી,મોંઘવારીનું ઉઠમણું રાખવામાં આવ્યું હતું. કોંગ્રેસી કાર્યકરો દ્વારા સુત્રોચચાર કરી સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. લાલ બગલાં ચોકમાં જીલ્લા કોંગ્રેસ, શહેર કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસના ૩૦૦ થી વધુ કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.

એક તરફ દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે.રાંધણગેસ અને પેટ્રોલ-ડીઝલના આસમાને પહોચેલ ભાવને લઈને જામનગર કોંગ્રેસ દ્વારા આ અનોખો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.જેમાં મોંઘી બનેલી ચીજ વસ્તુઓના પેકિંગને હાર પહેરાવી ઉઠમણું રાખવામાં આવ્યું હતું. કોંગ્રેસી કાર્યકરો દ્વારા સુત્રોચચાર સાથે સરકારની નીતિનો વિરોધ કરવામાં આવ્યો હતો. ઉઠમણાના કાર્યક્રમમાં કોંગીઓએ પીસાઈ રહેલ ખેડૂતને પણ ન્યાય આપવાની માંગણી કરી અને જામનગર જીલ્લાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા માંગણી કરી હતી.તેમજ જો તેમ ન થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.