Connect Gujarat
ગુજરાત

જામનગર : પોલીસનો ટ્રાફિક ઝુંબેશ બાદ વિવિધ દારૂના અડ્ડાઓ પર સપાટો !

જામનગર : પોલીસનો ટ્રાફિક ઝુંબેશ બાદ વિવિધ દારૂના અડ્ડાઓ પર સપાટો !
X

પોલીસ દ્વારા ફિલ્મી ઢબે એક જ સમયે અલગ અલગ સ્થળો પર દેશી દારૂનાં અડ્ડાઓ પર રેડ પાડી

જામનગર પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક ઝુંબેશ બાદ દારૂ નાં અડ્ડાઓ પર તવાઇ બોલાવવામાં આવી હતી. શહેર ના અલગ અલગ સ્થળોએ પોલીસે ટુકડીઓ બનાવી રેડ પાડવામાં આવી હતી અને દેશી દારૂ નાં જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

જામનગર પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ બાદ શહેર નાં અલગ અલગ સ્થળો પર દેશી દારૂ નાં અડ્ડાઓ પર તવાઇ બોલવવામાં આવી હતી શહેરનાં પોલીસ હેડકવાટર્ર ખાતે સીટી એ ડીવીઝન , બી ડીવીઝન તેમજ સી ડીવીઝન ની ૪૦૦ જેટલા પોલીસ સ્ટાફને એકઠા કરવામાં આવ્યા હતા.

જીલ્લા પોલીસ વડા શરદ સિંઘલ ના માર્ગદર્શન મુજબ ડીવાયએસપી એ બી સૈયદની સુચના થી અલગ અલગ ડીવીઝન અને એલસીબીનાં પીઆઈ ની અલગ અલગ ટીમ બનાવી શહેરના પાણાખાણ, ગુલાબનગર, બેડેશ્વર, બાવારીવાસ જેવા અનેક અલગ અલગ સ્થળો પર અલગ અલગ પોલીસ ટીમ દ્વારા રેડ પાડી દેશી દારૂ ની કોથળીઓ અને આથો (વોશ) ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ફિલ્મી ઢબે એક જ સમયે અલગ અલગ સ્થળો પર દેશી દારૂ નાં દરોડાઓ પાડી દેશી દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.

Next Story