Connect Gujarat
ગુજરાત

જામનગરની સેવાસદન કચેરીએ આવકનો દાખલો લેવા આવેલા લોકો ઉભા રહ્યા કલાકો સુધી કતારમાં

જામનગરની સેવાસદન કચેરીએ આવકનો દાખલો લેવા આવેલા લોકો ઉભા રહ્યા કલાકો સુધી કતારમાં
X

જામનગરની સેવાસદન કચેરીએ આવકનો દાખલો લેવા આવેલા લોકો કલાકો સુધી કતારમાં ઉભા રહેવા છતા દાખલો ન મળતા નારાજ થયા હતા સરવરની ધીમી ગતિ અને ચુંટણી કામગીરીમાં કર્મચારીઓ રોકાયેલા હોય અરજદારો મુશ્કેલીમાં મુકાયા હતા.

જામનગર જિલ્લા સેવા સદન સરૂસેકશન રોડ પરની કચેરીએ આજ વહેલીસવારથી મોટી સંખ્યામાં શહેરના અને જિલ્લાના અન્ય તાલુકાના લોકો આવકના દાખલા માટે આવી પહોંચ્યા હતા. કલાકો સુધી કતારમાં ઉભા રહેવા છતાં અરજદારોને આવકના દાખલા ન મળતા છેવટે અરજદારો એ કંટાળી ઉગ્ર રજૂઆત કરી હતી. અરદારોનો ઉકળાટ જોઇ તાત્કાલીક પ્રાંત અધિકારી ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. અરદારોને પડતી મુશ્કેલી અંગે તંત્રએ લુલો બચાવ કરતા જણાવ્યું હતું કે સર્વરમાં ધીમી સ્પીડના કારણે અને ચુંટણી કામગીરીમાં અન્ય કર્મચારીઓ રોકાયા હોવાથી આવકના દાખલાની કામગીરી ધીમી પડી છે. અરજદારોની કતારો જિલ્લા સેવાસદન ભવનથી બહાર પાર્કિગ સુધી જોવા મળી રહી હતી.

Next Story