Connect Gujarat
ગુજરાત

જામનગર : ઉત્તરાયણ ના પર્વની ઉજવણી સાથે પક્ષીઓ ને બચાવતા શહેરીજનો

જામનગર : ઉત્તરાયણ ના પર્વની ઉજવણી સાથે પક્ષીઓ ને બચાવતા શહેરીજનો
X

સમગ્ર ભારત દેશ જ્યારે આજે ઉતરાયણ ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે જામનગર શહેર માં પક્ષીપ્રેમી જનતા દ્વારા પક્ષી બચાવો અભિયાન ની કામગીરી કરવામાં આવી રહી છે શહેર માં અલગ અલગ જગ્યાએ પક્ષી બચાવવા માટે ના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="80915,80916,80917,80918,80919,80920"]

સમગ્ર ભારત દેશ ની સાથે જામનગર માં પણ ઉતરાયણની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ઉતરાયણ માં પતંગ ચગાવવાની સાથો સાથ જામનગર ની જનતા પક્ષી પ્રેમી હોવાથી પતંગ ચગાવતા સમયે પતંગ ની દોર થી ઘાયલ થયેલા પક્ષીઓની બચાવ કામગીરી અને સારવાર આપવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે શહેર માં સવાર થી પતંગ ચગાવવાની શરૂઆત થઇ હોવાથી સવાર થી બપોર સુધી ૧૩ પક્ષી ઓ સારવાર માટે જામનગર ની બર્ડ હોસ્પિટલ માં આવી ચુક્યા છે જ્યારે એક પક્ષી નું મોત નીપજ્યું છે બર્ડ હોસ્પિટલ માં પેલીકન, મોર કુંજ અને સીગલ, કબુતર જેવા પક્ષી સારવાર માટે લાવવામાં આવ્યા છે શહેર નાં અલગ અલગ મુખ્ય વિસ્તારો માં ઘાયલ પક્ષીઓની સારવાર માટે 6 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.

Next Story