Connect Gujarat
ગુજરાત

ઝઘડીયા : ઉમલ્લાનું દંપત્તિને ઘરે આવતાં મોડુ થતાં માલસર રોકાઇ ગયાં, પછી તેમના ઘરે જે થયું તેનાથી તેમના હોશ ઉડી ગયાં

ઝઘડીયા : ઉમલ્લાનું દંપત્તિને ઘરે આવતાં મોડુ થતાં માલસર રોકાઇ ગયાં, પછી તેમના ઘરે જે થયું તેનાથી તેમના હોશ ઉડી ગયાં
X

ઝઘડિયા

તાલુકાના ઉમલ્લાના પટેલ ફળિયામાં બંધ મકાનમાંથી 4.42 લાખ રૂપિયા ઉપરાંતની ચોરીનો બનાવ બનતાં

પોલીસ દોડતી થઇ ગઇ છે.

ઉમલ્લા

ગામની મધ્યમાં જ આવેલાં પટેલ ફળિયામાં રહેતાં મીનાક્ષીબેન પટેલ ગતરોજ માલસર ગામે રહેતી

તેમની માતાના ખબર અંતર પૂછવા તેમના પતિ અરવિંદભાઈ સાથે ત્યાં ગયા હતાં. માલસરથી

ઉમલ્લા પરત આવવામાં મોડુ થઇ જતાં તેઓ બંને માલસર ગામે જ રાત રોકાઇ ગયાં હતાં.

વહેલી સવારે તેમના પટેલ ફળિયામાં આવેલાં મકાનનો દરવાજાના નકુચો તુટેલી હાલતમાં જોતા

પાડોશીઓએ તેમને જાણ કરી હતી. તેમના પુત્ર નયનએ આવી તપાસ કરતાં ઘરમાં ચોરી થઇ

હોવાનું માલુમ પડયું હતું. તસ્કરો મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી

4.42 લાખ રૂપિયા

ઉપરાંતની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં. બનાવ સંદર્ભમાં મીનાક્ષીબેન પટેલે

પોલીસ ફરિયાદ નોંધાવી છે. ચોરીની ઘટનામાં જાણભેદુનો હાથ હોવાની આશંકા સેવાઇ રહી

છે.

Next Story