Connect Gujarat

ઝારખંડમાં પણ ઝમેલો : એનડીએના ભાગલા, ભાજપથી અળગા થઈ જેડીયુ અને એલજેપી એકલા લડશે ચૂંટણી

ઝારખંડમાં પણ ઝમેલો : એનડીએના ભાગલા, ભાજપથી અળગા થઈ જેડીયુ અને એલજેપી એકલા લડશે ચૂંટણી
X

લોક જનશક્તિ પાર્ટીએ જાહેરાત કરી છે કે તે એકલા હાથે ઝારખંડમાં 50 બેઠકો પર ચૂંટણી લડશે, જેડીયુએ કહ્યું- હવે એનડીએમાં કોઈ એજન્ડા નથી.

મહારાષ્ટ્ર બાદ હવે ઝારખંડમાં એનડીએના ઘટક દળો વચ્ચેના વિભાજનની વાત સામે આવી છે. લોક જનશક્તિ પાર્ટીએ મંગળવારે જાહેરાત કરી હતી કે તે ઝારખંડની 50 બેઠકો પર આગવી ચૂંટણી લડશે. સાંજ સુધીમાં, તેમણે સાંજ સુધીમાં પાંચ ઉમેદવારો પ્રથમ લિસ્ટ પણ બહાર પાડી. પાર્ટી અધ્યક્ષ ચિરાગ પાસવાને આની ઔપચારિક જાહેરાત કરી હતી. લોક જનશક્તિ પાર્ટીએ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાના નિર્ણયની પણ ટીકા કરી છે.

એલજેપી પ્રમુખ ચિરાગ પાસવાને મંગળવારે ટ્વીટ કર્યું, "મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગવું દુર્ભાગ્યપૂર્ણ.

લોકોએ એનડીએ સરકાર બનાવવા જનાદેશ આપ્યો. પોત પોતાની મહત્વાકાંક્ષાના કારણે

રાજ્યમાં સરકાર ન બનવા દીધી એ દુખદ".

બીજી તરફ જેડીયુએ પણ એકલા હાથે ઝારખંડમાં ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.

જેડીયુના મંત્રી મહાસચિવ કેસી ત્યાગીએ જણાવ્યું હતું કે હવે એનડીએ ઝારખંડમાં બચી

નથી. ત્યાગીએ કહ્યું, "હવે

ઝારખંડમાં એનડીએ નથી. પરસ્પર સમન્વય અને સંકલનના અભાવને કારણે હવે ભાજપ, એલજેપી અને જેડીયુ અલગ અલગ વિધાનસભાની ચૂંટણી લડશે."

ત્યાગીએ આરોપ લગાવ્યો હતો કે મોટા પક્ષ તરીકે ભાજપ તરફથી ઝારખંડમાં એક સાથે

ચૂંટણી લડવાને લઈને ક્યારેય ચર્ચા માટે કોઈ પ્રસ્તાવ નથી આવ્યો.

Next Story
Share it